ગુજરાતચૂંટણી 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોમનાથ સાથે કેમ રહ્યો છે ખાસ સંબંધ ? શું છે મહત્વ

Text To Speech

સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જંગી સભા સંબોધી છે ત્યારે સૌથી વધુ લોકોની નજરમાં આવ્યું છે કે સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લગાવ રહ્યો છે. પહેલા મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન બનવાની કહાની અહીંથી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદી સોમનાથનું મહત્વ જાણે છે, તેથી જ તેમણે સોમનાથના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો અને તેનો અમલ કરી રહ્યા છે. તેમણે જ્યારે પણ સોમનાથથી શરૂઆત કરી છે ત્યારે તેમને સારો પ્રતિભાવ મળ્યો છે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી આજે મહાદેવને શરણે, જાણો સમગ્ર કાર્યક્રમ

અગાઉ વર્ષ 2010માં હાલ વડાપ્રધાન અને ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથના પહોંચ્યા હતા ત્યારનો ફોટો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જ્યારે સોમનાથમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃત મહાકુંભનું આયોજન કરાયું હતું. આ પહેલા વર્ષ 2007માં તેમણે સંસ્કૃત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. તે ત્યારબાદ વર્ષ 2009માં જ્યારે તેઓ સીએમ હતા ત્યારે તેમણે અમરેલીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ખેડૂતો માટે કૃષિ મેળો પણ યોજ્યો હતો. આ પહેલા વર્ષ 2003માં તેમણે અમરેલીમાં કિસાન સંમેલન યોજ્યું હતું.

વડાપ્રધાન મોદીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ જાહેર સભાને સંબોધનની શરૂઆત કરી. PM મોદીએ કહ્યું કે, આ વખતે રેકોર્ડ તોડવાના છે. ચૂંટણી લોકશાહીનો ઉત્સવ છે, તેથી મતદાન જરૂરથી કરજો. વડાપ્રધાને કહ્યું કે, ગુજરાત પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યુ છે. આજે સોમનાથ મંદિર બદલી ગયુ છે. આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયામાં સૌથી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણીની દ્રષ્ટિએ જોવામાં આવે તો પહેલાં ચરણમાં મતદાન યોજાશે ત્યારે સૌરાષ્ટ્રની 53 બેઠકોમાંથી જે પક્ષને સૌથી વધુ બેઠકો મળશે તે ગુજરાતમાં સરકાર બનાવશે. ભાજપને અહીંથી ચૂંટણીમાં જોરદાર લીડ મળી છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ચાર સભાઓ કરી રહ્યા છે. મોદી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આ પદ સંભાળનાર તેઓ બીજા વડાપ્રધાન છે.

Back to top button