આખી દુનિયામાં New Year કેમ 1 જાન્યુઆરીએ થાય છે START?
દુનિયાભરમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવે છે. શું તમને ક્યારેય પ્રશ્ન થાય છે કે શા માટે 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવે છે? જોકે વર્ષો પહેલા જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવતુ ન હતુ. 1 જાન્યુઆરીના રોજ નવા વર્ષની ઉજવણીની શરૂઆત 15 ઓક્ટોબર 1582ના રોજ થઈ હતી. પહેલા લોકો 25મી માર્ચે અને ક્યારેક 25મી ડિસેમ્બરે નવું વર્ષ ઉજવતા હતા. રોમના રાજા નુમા પોમ્પિલસે રોમન કેલેન્ડર બદલ્યું, ત્યારબાદ જાન્યુઆરી વર્ષનો પહેલો મહિનો ગણવામાં આવ્યો. અગાઉ માર્ચ મહિનો વર્ષનો પહેલો મહિનો કહેવાતો હતો.
ફરી વખત કેમ બદલાયુ કેલેન્ડર
ત્યાર બાદ રોમમાં જુલિયસ સીઝર નામનો એક શાસક આવ્યો. તેણે ફરીથી રોમન કેલેન્ડર બદલ્યું. સીઝર ખગોળશાસ્ત્રીઓને મળ્યા પછી કેલેન્ડર બનાવ્યું. આ કેલેન્ડરમાં તેમણે વર્ષમાં 12 મહિના કર્યા. ખગોળશાસ્ત્રીઓ સાથેની મુલાકાત બાદ તેમને ખબર પડી કે પૃથ્વી 365 દિવસ અને છ કલાકમાં સૂર્યની આસપાસ ફરે છે. જેના કારણે કેલેન્ડરને 365 દિવસનું વર્ષ મળ્યું.
પહેલા જાન્યુઆરી કેલેન્ડરમાં સામેલ જ નહોતો.
રોમના રાજા Romulusએ રોમન કેલેન્ડર બનાવ્યું હતું. તે 753 BCEમાં બનાવવામાં આવ્યું હતું. તે કેલેન્ડર પ્રમાણે અલગ વ્યવસ્થા હતી અને એક વર્ષમાં 12 મહિના નહોતા. પહેલા એક વર્ષમાં ફક્ત 10 જ મહિના સામેલ હતા અને વર્ષની શરૂઆત માર્ચથી થતી હતી. અત્યારની માફક વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર હતો અને ડિસેમ્બર બાદ માર્ચ આવતો હતો. જોકે બાદમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના જોડવામાં આવ્યા. તેના પહેલા 1 માર્ચ વર્ષનો પહેલો દિવસ ગણાતો.
જાન્યુઆરી નામ શેના પરથી પડ્યુ?
જાન્યુઆરીનું નામ એક રોમન ભગવાન જેનસના નામ પર આધારિત હતું. એવું કહેવાય છે કે, તેમણે સ્વર્ગનો દરવાજો ખોલ્યો હતો અને તેને બંધ કર્યો હતો. તેમને અંત અને શરૂઆતના ભગવાન માનવામાં આવે છે અને તેમના પરથી જાન્યુઆરી નામ પડ્યું હતુ. 1582માં પહેલીવાર 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવ્યુ.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને કેમ ઠંડી નથી લાગી રહી ? તો કોણે ગણાવી રહ્યા છે પોતાના ‘ગુરુ’