ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

અચાનક અંધારું થતાં થોડીવાર પછી અંધારામાં કેમ દેખાવા લાગે છે ?

Text To Speech

અમદાવાદ, 25 જાન્યુઆરી : વિજ્ઞાનમાં કેટલીક બાબતો એવી છે. જે આપણા રોજિંદા જીવનમાં બનતી હોય છે. પરંતુ આપણે તેના પર બહુ ધ્યાન આપતા નથી. પરંતુ જ્યારે પણ આપણે તે વસ્તુઓ વિશે ધ્યાનથી વિચારીએ છીએ, ત્યારે આપણે ખબર પડે છે કે તે વસ્તુઓ સામાન્ય નથી. તેની પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે. ઘણીવાર આપણે વધુ પડતાં પ્રકાશમાંથી રૂમમાં આવીએ છીએ ત્યારે આપણને અંધારું દેખાય છે. થોડા સમય પછી તે સામાન્ય થઈ જાય છે. તો આ પાછળનું વિજ્ઞાન શું છે? ક્યારેય વિચાર્યું છે તમે…

અજવાળા માંથી આવીને કેમ કંઈ દેખાતું નથી?

શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર સનબાથ કરવા ટેરેશ કે ફળિયામાં જાય છે. પરંતુ જ્યારે તેવો સૂર્યસ્નાન કરીને પાછા રૂમમાં આવે છે ત્યારે તેને થોડા સમય માટે સંપૂર્ણ અંધકાર દેખાવા લાગે છે. પરંતુ થોડીવાર પછી બધું સામાન્ય થઈ જાય છે. સામાન્ય રીતે પણ આપણે જ્યારે તીવ્ર સૂર્યપ્રકાશ માંથી અચાનક રૂમમાં આવીએ છીએ ત્યારે આપણને બહુજ ઓછું દેખાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે, જ્યારે તમે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવ છો. ત્યારે આંખની પૂતળીયો નાની થઈ જાય છે. પરંતુ જ્યારે તમે ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશ કરો છો ત્યારે પૂતળી નાની થઈ ગયેલી હોવાથી વધુ પળતુ ઓછું દેખાય છે. પરંતુ થોડીવરમાં આંખોની પૂતળીઓ સામાન્ય થઈ જાય છે. ત્યારબાદ તમને સામાન્ય દેખાવા લાગે છે.

વૈજ્ઞાનિક કારણ

આંખોની પાછળના પડદાને રેટિના કહેવામાં આવે છે. જેના કારણે આંખો જોઈ શકે છે. રેટિનામાં બે કોષો હોય છે. એક શંકુ આકારનો અને બીજો સળિયાના આકારનો. શંકુ આકારના કોષો વધુ પ્રકાશમાં કામ કરે છે. જ્યારે સળિયાના આકારનો કોષ અંધારામાં કામ કરે છે. તેથી જ્યારે તમે ઘણાં પ્રકાશમાંથી ઘણાં અંધકારમાં જાઓ છો. ત્યારે શંકુ આકારના કોષો કામ કરી રહ્યા હોય છે. જેથી જોવામાં મુશ્કેલી થાય છે. થોડા સમય પછી જ્યારે સળિયાના આકારના કોષો સક્રિય થાય છે. ત્યારબાદ સામાન્ય દેખાવા લાગે છે.

આ પણ વાંચો : મેથીનો વધુ ઉપયોગ પણ નુકશાનદાયક, આ બીમારી હોય તો રહેજો દુર

Back to top button