ગરમી આવતા જ કેમ વધી જાય છે ડાયાબિટીસ? આ રીતે કરો મેનેજ


- ટાઈપ-1 અને ટાઈપ-2 બીમારીથી પીડાતા લોકો માટે દરેક ઋતુ પડકારો લઈને આવે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમને શરીરમાંથી પાણી ઝડપથી નીકળી જાય છે
ડાયાબિટીસ એક કોમન સમસ્યા છે. આ પરેશાનીથી પીડાતા લોકોને ભૂખ તરસ વારંવાર લાગે છે. તેથી આ લોકોએ યોગ્ય ડાયેટ લેવું જોઈએ. ટાઈપ-1 અને ટાઈપ-2 બીમારીથી પીડાતા લોકો માટે દરેક ઋતુ પડકારો લઈને આવે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમને શરીરમાંથી પાણી ઝડપથી નીકળી જાય છે, કેમકે હાઈ બ્લડ શુગરના દર્દીઓને પેશાબ કરવા વારંવાર જવું પડે છે. આ કારણે ડાયાબિટીસ પેશન્ટ ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. ગરમીની સીઝનમાં ડાયાબિટીસ મેનેજ કરવું જરૂરી છે. જાણો એક્સપર્ટ્સ દ્વારા જણાવાયેલી કેટલીક ટિપ્સ
એક્ટિવ રહો
ગરમીમાં ડાયાબિટીસ મેનેજ કરવા માટે એક્ટિવ રહેવું જરૂરી છે. આ માટે સૌથી જરૂરી છે સવારે કે સાંજે 30 મિનિટનું વોકિંગ. આ ઉપરાંત જમ્યાના એકથી 3 કલાક બાદ ચાલવું સૌથી સારો સમય છે.
ફાઈબર વાળી વસ્તુઓ ખાવ
ડાયાબિટીસના દર્દીઓ માટે હાઈ ફાઈબર ડાયેટ લેવું અત્યંત જરૂરી છે. જે જમવાની વસ્તુઓમાં ફાઈબર વધુ હોય છે તે પાચનને સ્લો કરી દે છે. ફાઈબર વાળી વસ્તુઓમાં સાબુત અનાજ જેમકે ઓટ્સ, બ્રાઉન રાઈસ, ફળ, બીજ, સૂકો મેવો, શાકભાજી, ગાજર, ટમાટર સામેલ છે.
મીઠા જ્યૂસ પીવાથી બચો
ગરમીમાં ફ્રેશ ફીલ કરવા માટે લોકો ફ્રેશ જ્યૂસ, સ્મુધી પીવાનું પસંદ કરે છે, પરંતુ ડાયાબિટીસવાળા લોકો માટે એ સમજવું જરૂરી છે કે જ્યૂસ ફાઈબરથી સમૃદ્ધ નથી અને નેચરલ સુગર પણ હાઈ હોવાના કારણે ગ્લૂકોઝ લેવલ ઝડપથી વધી જાય છે
હાઈડ્રેટેડ રહો
શરીરમાંથી એકસ્ટ્રા શુગર બહાર કાઢવા માટે કિડનીએ વધુ યુરિન બનાવવાની જરૂર પડે છે. પીવાનું પાણી તમારા લોહીમાં શર્કરાના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. ગરમીના દિવસોમાં ભરપૂર માત્રામાં પાણી પીવો અને ખૂદને હાઈડ્રેટેડ રાખતી વસ્તુઓનું સેવન કરો.
ચેક કરતા રહો ડાયાબિટીસ લેવલ
ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસ લેવલને મેનેજ કરવા માટે રોજ બ્લડ શુગર લેવલને ચેક કરતા રહેવું જરૂરી છે.
આ પણ વાંચોઃ ગરમીને કારણે બેહોશ થયેલા વ્યક્તિને પાણી ન પીવડાવવું જોઈએ, શા માટે આવું કહ્યું આરોગ્ય મંત્રાલયે?