ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકા દર વખતે ઈઝરાયલને જ કેમ સમર્થન આપે છે ?

અમેરિકા-ઈઝરાયેલ: ઈઝરાયેલ પર હમાસના હુમલા પછી અમેરિકાએ ઈઝરાયેલને બિનશરતી સમર્થન આપ્યું છે. આ પછી ઈઝરાયેલ દ્વારા ગાઝા પર હુમલા બાદ પણ અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપ્યું હતું. અમેરિકાએ ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં કોઈપણ પ્રકારની દખલગીરીનો ઈન્કાર કર્યો હતો અને તેને પોતાનો બચાવ કરવાનો ઈઝરાયેલનો અધિકાર ગણાવ્યો હતો. આ સિવાય અમેરિકી સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ઈઝરાયેલને સૈન્ય સુવિધાઓ આપવા માટે 14.5 બિલિયન ડોલરના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે શા માટે અમેરિકા દર વખતે ઇઝરાયલની પાછળ ઉભું રહે છે અને દર વખતે તેને સમર્થન આપે છે?

  • સૌપ્રથમ ઈઝરાયલને માન્યતા આપનાર અમેરિકા

1948માં ઇઝરાયલે પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરતાં જ 11 મિનિટ પછી અમેરિકાએ તેને માન્યતા આપી. તે સમયે હેરી ટ્રુમેન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. એક એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ આટલા ઓછા સમયમાં ઈઝરાયલને માન્યતા આપી હતી જેથી તે આરબ ક્ષેત્રમાં પોતાના હિતોને આગળ વધારવામાં મદદ કરી શકે.

નેતન્યાહુ અને બિડેન વચ્ચેનો સંબંધ કેવો છે?

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે લગભગ ચાર દાયકાથી સંબંધો ચાલી રહ્યા છે. જો કે, આ સંબંધો જેટલા જૂના છે એટલા જ જટિલ છે. પરંતુ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ આ સંબંધો નવા તબક્કામાં પહોંચ્યા છે.

બાઈડેન યુએસ સંસદમાં યુવા સેનેટર હતા અને નેતન્યાહુ યુએસમાં ઈઝરાયેલ એમ્બેસીમાં કામ કરતા હતા ત્યારે બંનેની મિત્રતા થઈ હતી. આ પછી બંને નેતાઓએ ધીરે-ધીરે પોતપોતાનું કદ વધાર્યું. જો બિડેન સેનેટ ફોરેન રિલેશન કમિટીના અધ્યક્ષ બન્યા અને નેતન્યાહુ સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના રાજદૂત બન્યા. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો હતો. પરંતુ તેમ છતાં જો બિડેને નેતન્યાહુ વિશે કહ્યું કે, “અમે હજી પણ મિત્રો છીએ.”

  • તેમણે કહ્યું હતું કે, “બીબી (નેતન્યાહૂનું હુલામણું નામ), હું તમારી એક પણ વાત સાથે સહમત નથી પરંતુ હું તમને હજુ પણ પ્રેમ કરું છું. અમે હજી પણ મિત્રો છીએ.”

અમેરિકામાં ઈઝરાયલી લોબીનું વર્ચસ્વ 

યુએસ સંસદના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પક્ષોના મોટાભાગના ધારાશાસ્ત્રીઓ ઇઝરાયેલ પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. આ લોબી ઈઝરાયેલની તરફેણમાં નીતિઓ ઘડવાનું કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં અમેરિકાના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પાર્ટીના ધારાસભ્યોએ 30 બિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું.

આ પણ વાંચો: 9 ટન રાહત સામગ્રી લઈને ભારતીય સેનાનું વિમાન ભૂકંપગ્રસ્ત નેપાળ પહોંચ્યું

Back to top button