શા માટે બીજાને બગાસું ખાતા જોયા પછી આપણને પણ બગાસું આવે છે?
ઇટલી, 08 જાન્યુઆરી : એવું શા માટે થાય છે કે જ્યારે આપણે બીજા કોઈને બગાસું ખાતા જોઈએ ત્યારે જ આપણે બગાસું ખાવાનું શરૂ કરીએ છીએ? શું આ માત્ર આળસની નિશાની છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?
કેટલીક એવી ઘટનાઓ આપણા બધાના જીવનમાં રોજ બનતી હોય છે, જેને આપણે સામાન્ય માનીએ છીએ. જેમાં ઘણી ઘટનાઓ એવી છે જેની પાછળ વિજ્ઞાન કામ કરે છે. આવી જ એક સામાન્ય પ્રક્રિયા છે બગાસું આવવું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક જ વસ્તુ કરવાથી થાકી જાય છે અથવા આળસ અનુભવે છે, ત્યારે તે બગાસા ખાવાનું શરૂ કરે છે. શું ખરેખર એવું છે? તમે ઘણીવાર જોયું હશે કે જો કોઈ વ્યક્તિ બગાસું ખાતી હોય તો તેની આસપાસના અન્ય લોકો પણ બગાસું ખાવાનુંનું શરૂ કરી દે છે. એવું શા માટે થાય છે? જ્યારે આપણે બીજા કોઈને આવું કરતા જોઈએ ત્યારે જ આપણે બગાસુંખાવાનું શરૂ કરીએ છીએ? શું આ માત્ર આળસની નિશાની છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?
શું બગાસું આવવું એ પણ ચેપ છે?
બગાસું આવવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આ કોઈ બેક્ટેરિયલ કે વાઈરલ ઈન્ફેક્શન નથી, તો પછી આટલી ઝડપથી બીજામાં આ વર્તણૂક કેમ વિકસે છે. વૈજ્ઞાનિકોએ આનો જવાબ શોધી કાઢ્યો છે, જેનું સીધું જોડાણ આપણા મગજ સાથે છે. ઈટલીના વૈજ્ઞાનિકોના મતે આની પાછળ મિરર ન્યુરોન છે. આ ન્યુરોન કંઈપણ નવું શીખવા, નકલ કરવા અને સહાનુભૂતિ દર્શાવવા સાથે સંકળાયેલું છે. તેના નામ પ્રમાણે તે સામેની વ્યક્તિનો પડછાયો બનાવે છે. આ જ કારણ છે કે જ્યારે આપણે કોઈને બગાસું ખાતા જોઈએ છીએ, ત્યારે મગજનો મિરર ન્યુરોન સક્રિય થઈ જાય છે અને આપણે પણ બગાસું ખાવાનું શરૂ કરીએ છીએ.
આ અદ્ભુત વિજ્ઞાન છે
આ ચેતાકોષની શોધ ગિયાકોમો રિઝોલાટી નામના ન્યુરોબાયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવી હતી. પહેલા વાંદરાના મગજ પર સંશોધન કરીને તેને તેની ગતિવિધિ સમજી હતી. જ્યારે આ પ્રયોગ મનુષ્યમાં કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે માણશમાં પણ બરાબર એ જ રીતે કામ કરે છે. મગજના ચાર ભાગોમાં મિરર ન્યુરોન્સ જોવા મળે છે. આ ન્યુરોન આપણી કામ કરવાની ક્ષમતા પર પણ અસર કરે છે. ઓટીઝમ, સ્કિઝોફ્રેનિયા અને મગજ સંબંધિત કેટલાક રોગોમાં આ ચેતાકોષ પ્રભાવિત થાય છે અને તેની કાર્યક્ષમતા ઘટી જાય છે.
આ પણ વાંચો : લીપ વર્ષ શું છે, જેમાં ભારતીય વડાપ્રધાનનો જન્મ થયો હતો, એક દિવસ કેવી રીતે વધે છે?