અમુક વ્યક્તિઓને શા માટે ઓછી ઠંડી લાગે છે? શું છે તેની પાછળના કારણો
શિયાળો બરાબર જામી ચુક્યો છે. ઘણીવખત આપણે જોયુ હશે કે આપણે ગરમકપડાં પહેરીને ફરતા હોઇએ છીએ, પરંતુ આપણી આસપાસમાં કેટલાક લોકોને ગરમ કપડાંની જરૂર પડતી નથી. ત્યારે આપણને વિચાર આવે કે આપણને ઠંડી શા માટે વધુ લાગે છે. શું કારણ છે કે અમુક લોકોને ઠંડી ઓછી લાગે છે. જે વ્યક્તિઓનું શરીર મજબુત હોય તેને ઠંડી ઓછી લાગે છે તે એક હકીકત છે.
ઠંડી કેમ લાગે છે?
જ્યારે આપણા શરીરના તાપમાન કરતા આસપાસનું તાપમાન ઘટી જાય છે ત્યારે આપણને ઠંડીનો અનુભવ થાય છે. આપણા શરીરમાંથી ગરમી બહાર આવે છે અને શરીરનું તાપમાન ઘટી જાય છે. આ કારણે ઠંડી લાગે છે.
ઠંડી કોને ઓછી લાગે છે?
જે લોકો ઠંડા સ્થળોએ રહેતા હોય છે તેમના શરીરને ઠંડી સહન કરવાની આદત પડી જાય છે. જે વ્યક્તિઓની શારીરિક પ્રવૃત્તિઓ વધુ હોય છે તેને ઓછી ઠંડીનો અનુભવ થાય છે. જે લોકોનું મેટાબોલિઝમ સારુ હોય છે, તેમને ઠંડી લાગતી નથી. જેમની ફિઝિકલ ફિટનેસ સારી છે તેમને ઠંડી બહુ લાગતી નથી.
આ પણ છે અન્ય કારણો
ક્યાંકને ક્યાંક આપણા શરીરની ચરબી આપણને ઠંડીથી બચાવે છે. એક રિસર્ચ મુજબ જે લોકોના સ્નાયુ તંતુમાં અલ્ફા-એક્ટિનિક 3 નામનું પ્રોટીન ઓછુ હોય તે લોકોને ઠંડી ઓછી લાગે છે. આપણી નર્વસ સિસ્ટમ પણ ઠંડી સહન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જે વ્યક્તિને મગજના કોઇ ભાગમાં ઇજા થઇ હોય તેને ઠંડીનો અનુભવ ઓછો થાય છે.
આ પણ વાંચોઃ મકરસંક્રાંતિ 2023: જાણો શુભ મુહુર્ત અને તેનુ મહત્ત્વ