NEET પાસ કર્યા પછી પણ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ કેમ જાય છે? જાણો કારણ
- દર વર્ષે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ NEET UG પરીક્ષા આપે છે, જેમાંથી લાખો વિદ્યાર્થીઓ વિદેશી મેડિકલ કોલેજોમાંથી MBBS કરે છે
નવી દિલ્હી, 9 જુલાઇ: દેશની કોઈપણ ખાનગી અને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે NEET પરીક્ષા પાસ કરવી જરૂરી છે. NEETનું પૂર્ણ સ્વરૂપ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ છે. આ પરીક્ષા UG અને PG બંને સ્તરે લેવામાં આવે છે. આ દિવસોમાં NEET UG પરીક્ષા ચર્ચામાં છે. NEET UG પેપર લીક કૌભાંડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દર વર્ષે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ NEET UG પરીક્ષા આપે છે. પછી જેમાંથી લાખો વિદ્યાર્થીઓ વિદેશી મેડિકલ કોલેજોમાંથી MBBS કરે છે. NEET UG પેપર લીક કેસમાં ઘણા આશ્ચર્યજનક ખુલાસા થયા છે. આ મોટા કૌભાંડના તાર ઘણા રાજ્યો સાથે જોડાયેલા છે. આ દરમિયાન, લોકો એ પણ જાણવા માંગે છે કે, શા માટે ભારતીય વિદ્યાર્થીઓ NEET UG પરીક્ષા પાસ કર્યા પછી પણ ભારતીય મેડિકલ કોલેજોમાં પ્રવેશ લીધા વિના વિદેશ જાય છે. દેશની મેડિકલ કોલેજોમાં એડમિશન કેમ લેતાં નથી? તેવા પ્રશ્નો ઊભા થાય છે.
Quoraના અહેવાલ અનુસાર, હાલમાં લગભગ 7,50,000 વિદ્યાર્થીઓ વિદેશી મેડિકલ કોલેજોમાંથી MBBSનો અભ્યાસ કરી રહ્યા છે. વિદેશમાંથી MBBS કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓ રશિયા, ચીન, કઝાકિસ્તાન વગેરે દેશોમાં જાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તેમાંના ઘણા NEET લાયકાત ધરાવે છે અને કેટલાકે NEET પરીક્ષા (NEET Result)માં સારા માર્ક્સ પણ મેળવ્યા છે.
MBBS: ભારત કે વિદેશ?
એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ આ ત્રણ કોર્સની વાત કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રના મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે. દર વર્ષે વિદેશમાંથી MBBS કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે.
- વિદેશમાં MBBSનો અભ્યાસ કરવો સસ્તો છે: ભારતીય મેડિકલ કોલેજોની સરખામણીમાં વિદેશમાંથી MBBS નો અભ્યાસ કરવો સસ્તો છે. કેટલીક ભારતીય મેડિકલ કોલેજોમાં MBBS માટેની ફી કરોડો સુધી પહોંચે છે, જ્યારે કેટલીક વિદેશી મેડિકલ કોલેજોમાં સંપૂર્ણ અભ્યાસ માટેની ફી 10 લાખથી 50 લાખ રૂપિયાની વચ્ચે હોય છે.
- પ્રવેશ મેળવવો સરળ છે: ભારતની ખાનગી અને સરકારી મેડિકલ કોલેજોમાં NEET પાસ કર્યા પછી જ પ્રવેશ મળે છે. સારા માર્ક્સ સાથે NEET પાસ કર્યા પછી પણ ઘણા વિદ્યાર્થીઓ ટોપ મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી શકતા નથી. તે જ સમયે, વિદેશમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવો સરળ છે.
- NEET ક્વોલિફાઈ કરીને બનશે કારકિર્દી: કેટલીક વિદેશી મેડિકલ કોલેજો એવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે જેમણે NEET ક્વોલિફાઈ કરી લીધી છે. તેઓ તેમાં ટોપ સ્કોરર જેવી અનિવાર્યતા લગાવતાં નથી.
- સીટ ઓછી પડે છે: કેટલાક અહેવાલો અનુસાર, NEET પાસ કરનાર દર 11 વિદ્યાર્થીઓમાંથી માત્ર એકને મેડિકલ કોલેજમાં સીટ મળે છે. આવી સ્થિતિમાં અન્ય વિદ્યાર્થીઓ પાસે માત્ર 2-3 વિકલ્પ બચે છે: વિદેશ જાઓ, એક વર્ષનો ડ્રોપ લો અથવા અમુક ક્વોટા હેઠળ એડમિશન લો.
વિદેશમાંથી MBBS કર્યા પછી ભવિષ્ય શું છે?
વિદેશમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યા બાદ ભારતમાં કારકિર્દી બનાવવી સરળ નથી. ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માટે, વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા એટલે કે FMGE પાસ કરવી જરૂરી છે. આ વિના, વિદેશથી પરત ફરેલા કોઈપણ મેડિકલ ગ્રેજ્યુએટ મેડિકલ લાઇસન્સ મેળવી શકશે નહીં. આ પરીક્ષા ખૂબ જ મુશ્કેલ છે. તેમાં માત્ર થોડા જ વિદ્યાર્થીઓ પાસ થવા સક્ષમ છે. આવી સ્થિતિમાં, તેઓ તે જ દેશમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કરે છે અથવા FMGE માટે તૈયારી કરવામાં ઘણા વર્ષો વિતાવે છે.
નવી મેડિકલ કોલેજો ખુલી રહી છે
ભારતીય મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા અને તેના દાવેદારોમાં ઘણું અંતર છે. તેને ભરવા માટે દેશમાં 100થી વધુ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી રહી છે. આમાંથી કેટલાને લેવામાં આવશે અને કેટલાને રિજેક્ટ કરવામાં આવશે તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ હકીકત એ છે કે આટલી બધી મેડિકલ કોલેજો ખુલવાથી વિદ્યાર્થીઓ માટે ભારતમાંથી MBBSનો અભ્યાસ કરવો સરળ બનશે. સીટોના અભાવે તેમને વિદેશ જવું પડશે નહીં.
આ પણ જુઓ: ‘એક વાત સ્પષ્ટ છે કે પ્રશ્નપત્ર લીક થયું હતું’, NEET-UG મામલે ‘સુપ્રીમ’ની ટિપ્પણી