ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

લગ્ન પછી કેમ જાડી થઇ જાય છે છોકરીઓ? શું છે કારણ?

Text To Speech
  • લગ્ન બાદ છોકરીઓના વધતા વજન માટે થયા રિસર્ચ
  • શું સેક્સ છે વજન વધવા માટે જવાબદાર?
  • કે પછી બિન્દાસ્ત લાઇફસ્ટાઇલ વધારે છે વજન?

લગ્ન બાદ જિંદગી સંપુર્ણ બદલાઇ જાય છે. આ બદલાવ શારીરિક અને માનસિક બંને પ્રકારના હોઇ શકે છે. મોટાભાગની છોકરીઓ એ વાતની ફરિયાદ કરે છે કે લગ્ન બાદ મેદસ્વીતા વધી જાય છે. કેટલીક છોકરીઓ તો એટલી જાડી થઇ જાય છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ બને છે. લગ્ન બાદ વજન કેમ વધે છે તેના કારણો શોધવા માટે અનેક રિસર્ચ થયા છે. લગ્ન બાદ સતત વધી રહેલા વજનને લઇને કેટલાક લોકોનું માનવુ છે કે તેનું કારણ સેક્સ હોઇ શકે છે, પરંતુ શું આ સત્ય છે? જો તમે આ વાતને લઇને કન્ફ્યુઝ રહેતા હો તો જાણો આ અંગે એક્સપર્ટ્સ શું કહે છે?

શું સેક્સ છે કારણ?

લગ્ન બાદ પાર્ટનર સાથે સંબંધ બનાવવાને લઇને કપલ્સના મનમાં ઘણા પ્રકારની મુંઝવણો રહે છે. આવું જાણકારીની કમીના કારણે થાય છે. અધુરી જાણકારીના લીધે લોકોના મનમાં મિથક બને છે. કેટલાક લોકો માને છે કે સેક્સના કારણે સ્ત્રીઓનું વજન વધી જાય છે, પરંતુ આ એક માન્યતા છે. નિષ્ણાતો કહે છે સેક્સ વજન વધારતુ નથી.

લગ્ન પછી કેમ જાડી થઇ જાય છે છોકરીઓ? શું છે કારણ? hum dekhenge news

કેમ વધે છે લગ્ન બાદ વજન

લગ્ન બાદ વધતા વજન પર એક્સપર્ટ્સનું કહેવુ છે કે જ્યારે તમે સંબંધઓમાં સંપુર્ણ રીતે સેટિસ્ફાઇડ થાવ છો અને બહુ ખુશ થાવ છો તો શરીર પ્રોલેક્ટિન હોર્મોન(કમ્ફર્ટ હોર્મોન)ને રિલીઝ કરે છે. જો આ હોર્મોન્સ વધુ માત્રામાં રિલીઝ થવા લાગે તો વજન વધવાનો ચાન્સ રહે છે. આ ઉપરાંત લાઇફસ્ટાઇલ, ખાણીપીણીની આદતો, જરૂર કરતા વધુ આરામ પણ વજન વધવાનું કારણ બને છે. આ ઉપરાંત હોર્મોનમાં ચઢાવ-ઉતારની કમીના કારણે પણ વજન વધે છે.

રેગ્યુલર સેક્સની સાઇડ ઇફેક્ટ છે મેદસ્વીતા?

કેટલાક લોકોનું માનવુ છે કે લગ્ન બાદ રેગ્યુલર સેક્સના કારણે મેદસ્વીતા વધે છે. રિસર્ચની વાત માનીએ તો એક સિંગલ વ્યક્તિને મેરિડ કપલ અને સેટિસ્ફાઇડ કપલની તુલનામાં વધુ ભુખ લાગે છે અને તેનો કેલરી ઇન્ટેક વધુ હોય છે. આ કારણે વજન વધે છે.

આ પણ વાંચોઃ ઘરમાં નકારાત્મકતા લાવતી આ વસ્તુઓને આજે જ કરો ઘરની બહાર

Back to top button