ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

જાણો ઇલેક્ટ્રિક વાહનોમાં ઝડપથી આગ કેમ લાગે છે ?

Text To Speech

અમદાવાદ, 30 જાન્યુઆરી : ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ખૂબ જ લોકપ્રિય છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર. જો કે સમયાંતરે કેટલીક એવી ઘટનાઓ સાંભળવા મળે છે  જેના કારણે ઘણું નુકશાન થાય છે. વીમાના દાવાઓમાં પણ ઘણી મુશ્કેલી પડે છે. ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, ઇવીમાં આગની ઘટનાઓ વારંવાર જોવા મળે છે. આવું કેમ થાય છે? તેનાથી કઈ રીતે બચી શકાય? તો ચાલો જાણીએ આવું થવા પાછળના કારણો…

ઉત્પાદન ખામી

ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાનું સૌથી મોટું કારણ તેમાં મેન્યુફેક્ચરિંગ ખામી છે. હાલમાં ઘણી કંપનીઓ પોતપોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં વ્યસ્ત છે અને એકબીજાની સરખામણીમાં અલગ-અલગ ફીચર્સ પણ આપે છે. ઘણી વખતતેના કારણે સસ્તા અને હલકી ગુણવત્તા વાળા પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કોઈ બીજી કંપની તેની હરીફ કંપની સાથે સસ્તી ઓફર આપીને હરીફાઈમાં ટકી રહે.  જેથી જ્યારે વાહનનો ઉપયોગ શરૂ થાય ત્યારે તે ગરમ થવા લાગે છે, જેના પરિણામે એક ભાગની નિષ્ફળતા અન્ય ભાગોને પણ અસર કરે છે, જેના કારણે આગ જેવી દુર્ઘટના સર્જાય છે.

ઓવરહિટીંગ

કોઈપણ ઈવીમાં આગ લાગવાનું આ મુખ્ય કારણ છે. જો કોઈ ઈલેક્ટ્રિક વાહનની બેટરી ગરમ થાય અને તે લીકેજ પણ કરતી હોય તો બેટરી ફાટે છે અને આગ પકડે છે. ભારતમાં મોટાભાગે ઉનાળાની ઋતુમાં EVના વાહનોમાં આગ લાગવાના બનાવો વારંવાર જોવા મળે છે.

યોગ્ય રીતે સંભાળ 

જો ઈલેક્ટ્રિક વાહન કોઈ એવા વ્યક્તિના હાથમાં હોય કે જે તેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાને બદલે મનફાવે તેમ ઉપયોગ કરતો તો ઈવીની ઝડપથી ફેલ થવાની શક્યતા વધી જાય છે. તેમજ, ઇવીને સ્વચ્છ અને વ્યવસ્થિત ન રાખવાથી પણ તેના આંતરિક ભાગો પર ધૂળ, ગંદકી અને ગ્રીસ જમા થાય છે, જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો : ઈલોન મસ્કની ન્યુરાલિંકે લગાવી માનવ મગજમાં ચિપ

Back to top button