આ સીઝનમાં કેમ વધે છે શરદી-ખાંસી અને વાયરલના દર્દીઓ? આ રીતે બચો
- તમે તમારી આસપાસમાં અનેક લોકોને આ શરદી-ખાંસી કે તાવથી હેરાન થતા જોયા હશે. આ સીઝન અનેક બીમારીઓ વધારે છે. સૌથી પહેલા તો ફેફસા સાથે જોડાયેલી બીમારીઓ ટ્રિગર થાય છે
સવારે ઠંડક, બપોરે સખત તાપ અને સાંજે ફરી ઠંડક, ન કરી શકો પંખા કે ન ઓઢી શકો બ્લેન્કેટ. અત્યારે વાતાવરણની હાલત આ છે. આ સીઝનમાં લોકો સૌથી વધુ બીમાર પડે છે. તમે તમારી આસપાસમાં અનેક લોકોને આ શરદી-ખાંસી કે તાવથી હેરાન થતા જોયા હશે. આ સીઝન અનેક બીમારીઓ વધારે છે. સૌથી પહેલા તો ફેફસા સાથે જોડાયેલી બીમારીઓ ટ્રિગર થાય છે અને તમે ગંભીર બીમારીનો શિકાર બની શકો છો. તમે ફ્લૂની ઝપટમાં આવી શકો છો. આ ઉપરાંત પણ અનેક બીમારીઓ તમને આ સીઝનમાં પરેશાન કરી શકે છે.
બદલાતી સીઝનમાં હેરાન કરે છે આ તકલીફો
- અસ્થમા
- સીઓપીડી
- એલર્જિક રાઈનાઈટિસ
અસ્થમા જ્યારે ટ્રિગર થાય છે, ત્યારે તે અન્ય શ્વસનની સ્થિતિઓને વધારી દે છે. ઉનાળાના મહિનાઓમાં જ્યારે તાપમાનનો પારો વધે છે, ત્યારે સ્થિર હવાની સાથે પ્રદૂષણનું સ્તર પણ વધે છે અને શરીર વધુ ઓક્સિજનની માંગ કરવા લાગે છે. આ સ્થિતિમાં, તમને ફેફસા સંબંધિત બીમારીઓ થઈ શકે છે. આ દરમિયાન ઝડપથી શ્વાસ લેવા હાયપરપેનિયા જેવા લક્ષણોનું કારણ બની શકે છે. આ ઉપરાંત, તમે શ્વસન સંબંધિત લક્ષણો અનુભવો છો જેમ કે ખાંસી, ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે. તે અસ્થમા, સીઓપીડી (chronic obstructive pulmonary disease) અથવા એલર્જિક રાઈનાઈટિસને ટ્રિગર કરે છે અને તેના લક્ષણોને વધારે છે.
આ રીતે કરો તમારો બચાવ
- વધુ સમય સુધી તડકામાં રહેવાથી બચો
- આ ઉપરાંત કોશિશ કરો કે 11થી 3ની વચ્ચે જ્યારે ખૂબ જ તડકો હોય ત્યારે બહારના કામ ન કરવો
- ગરમીમાં પહેરાવના કોટન અને હળવા કપડાં પહેરો, પરંતુ વહેલી સવારે અને મોડી સાંજ-રાતની ઠંડીથી ખુદને સુરક્ષિત રાખો
- ડાયેટનું ખાસ ધ્યાન રાખો, ઠંડુ ન ખાવ. બપોરે ભલે ગરમી ફીલ થાય, ઠંડા પીણાં કે આઈસક્રીમથી દૂર રહો
- પાણીથી ભરપૂર પદાર્થોનું સેવન કરો, વિટામીનયુક્ત આહાર લો, જે તમારી ઈમ્યૂનિટી વધારે
આ પણ વાંચોઃ મેન્ટલ હેલ્થ સુધારવી હોય તો ખૂબ કરો ડાન્સ, જાણો કેવી રીતે મદદરૂપ?