ખ્રિસ્તી ધર્મના લોકો શા માટે ઉજવે છે ગુડ ફ્રાઈડે? શું છે તેનું ધાર્મિક મહત્ત્વ
- ખ્રિસ્તી ધર્મનાં લોકો ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુનાં બલિદાનને યાદ કરે છે. આ દિવસને હોલીફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે.
28 માર્ચ, અમદાવાદઃ આ વર્ષે ગુડ ફ્રાઈડે 29 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે ભગવાન ઈસુના બલિદાનને યાદ કરવામાં આવે છે. રોમન શાસક પિલાતેએ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા આપતી વખતે, તેમના માથા પર કાંટાનો તાજ પહેરાવીને તેમને ચાબુક મારી અને બાદમાં તેમને વધસ્તંભ સાથે જડવામાં આવ્યા હતા. આ કારણથી આ દિવસને બ્લેક ફ્રાઈડે પણ કહેવામાં આવે છે.
ત્રણ દિવસ બાદ કેમ ઈસ્ટર સન્ડે?
ખ્રિસ્તી ધર્મનાં લોકો ગુડ ફ્રાઈડેનાં દિવસે ભગવાન ઈશુનાં બલિદાનને યાદ કરે છે. આ દિવસને હોલીફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. ઘણા લોકો ઈશુની યાદમાં ઉપવાસ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે. એવી માન્યતા છે કે ફ્રાઈડેનાં દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચઢાવાયા બાદ ત્રીજા દિવસે તેઓ ફરી જીવિત થઈ ગયા હતા અને તેની ખુશીમાં ઇસ્ટર સંડે મનાવવાની પરંપરા છે.
ગુડ ફ્રાઈડે તેના નામથી વિપરીત
ગુડ ફાઈડેને એક તહેવારના રૂપમાં ઉજવવામાં ભલે આવે છે, પરંતુ ખ્રિસ્તી ધર્મના લોકો માટે આ કોઈ તહેવાર નહીં, પરંતુ બલિદાનનો પણ દિવસ છે. ખ્રિસ્તી ધર્મના લોકો આ દિવસે શોક રાખે છે. આ દિવસ તેના નામથી બિલકુલ વિપરીત છે કેમ કે આ દિવસને ધૂમધામથી નહિ, પરંતુ શાંતિ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તી લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે અને ઉપવાસ પણ રાખે છે. આ એક એવો તહેવાર છે જે દિવસે એકબીજાને શુભકામનાઓ આપવામાં આવતી નથી.
આ પણ વાંચોઃ બાળકો માટે એક થયા નવાઝુદ્દીન-આલિયા, પત્નીએ કહ્યું, હવે વિકલ્પ નથી!