બાળકોને કેમ બહુ ગમે છે વર્કિંગ મોમ? કેમ સ્ટ્રોંગ હોય છે સંતાનો?
- ઘરે રહેતી માતાની તુલનાએ વર્કિંગ વુમનના બાળકો સારુ પ્રદર્શન કરે છે
- વર્કિંગ મોમના બાળકો માતા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવે છે
- આવા સંતાનો માતા પાસેથી આત્મનિર્ભરતાના પાઠ શીખે છે
વર્કિંગ વુમનને બેવડી જવાબદારી નિભાવવી પડે છે. ઓફિસના કામની સાથે સાથે ઘરનું મેનેજમેન્ટ પણ કરવાનું હોય છે. મેન્ટલ લેવલ પર પણ ખુદને મજબૂત બનાવી રાખવાની જવાબદારી હોય છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે વર્કિંગ મોમના બાળકો મોટા થઇને વધુ ખુશ રહી શકે છે. તેઓ ઘરે રહેનારી માતાની તુલનાએ વધુ સારુ પ્રદર્શન કરી શકે છે.
માતાના કામ પ્રત્યે સન્માન પ્રકટ કરવા અને મધરહૂડને સેલિબ્રેટ કરવા માટે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ વખતે મધરહુડ આઇડિયાને ઓળખવો અને સ્વીકારવો તે આંતરરાષ્ટ્રીય દિવસનો ઉદ્દેશ છે.
હાર્વર્ડ બિઝનેસ સ્કુલના સંશોધકોએ 29 દેશોનાં 1,00,000થી વધુ પુરૂષો અને મહિલાઓ પર સર્વે કર્યો છે. તેમાં ભારતની મહિલાઓ પણ સામેલ છે. આ સર્વે પરથી જાણ થાય છે કે વર્કિંગ મોમ હોય ત્યારે બાળકો પર તેનો શું પ્રભાવ પડે છે. તે ઓફિસમાં કામ કરતી હોય તો ઘરે કેટલો સમય આપી શકે છે.
શું જાણવા મળ્યુ અભ્યાસમાં?
અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વર્કિંગ મોમના બાળકો ઘરે રહેતી માંની તુલનાએ વઘુ સારુ પ્રદર્શન કરે છે. તેની અસર પુત્ર અને પુત્રી બંને પર સારી રીતે પડે છે. વર્કિંગ વુમન તમને આત્મનિર્ભર બનાવવા માટે સારી રીતે સજાગ હોય છે.
બાળકો માને છે રોલ મોડલ
સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે વર્કિંગ મહિલાઓ પાસે સમય હોતો નથી તે વાતને બાળકો પણ સારી રીતે સમજે છે. આ પ્રકારે તેઓ સમયની ક્વોલિટીને સારી રીતે સમજી શકે છે. બાળકો પણ માતા સાથે ક્વોલિટી ટાઇમ વીતાવવા તત્પર રહે છે. તે તેમની વાતો અને પ્રયાસોને હળવાસથી લેતા નથી.
બાળકો શીખે છે ટાઇમ મેનેજમેન્ટ
પેરેન્ટ્સ બાળકના વિકાસ પર મહત્ત્વનો પ્રભાવ પાડે છે. વર્કિંગ મોમની સાથે એક પ્લસ પોઇન્ટ એ પણ હોય છે કે તે બાળકોની ફાઇનાન્સિયલ નીડ્સને સરળતાથી પૂરી કરી શકે છે. ઘર અને બહારના અનુભવોથી નિપૂણ હોવાના કારણે તે બાળકોને કોઇ પણ સવાલનો જવાબ વ્યવહારિક રીતે આપી શકે છે. તે જીવનનું કૌશલ્ય શીખવી શકે છે. બાળકો તેની પાસેથી ટાઇમ મેનેજમેન્ટ શીખે છે.
બાળકો પણ આત્મનિર્ભરતાના પાઠ શીખે છે
સંશોધનમાં એ પણ સામે આવ્યુ છે કે વર્કિંગ મોમ સાથે મોટી થતી દિકરીઓ ઘરે રહેતી માતાની દિકરીઓની તુલનાએ 23 ટકા વધુ કમાય છે. જે લોકોની માં વર્કિંગ હોય છે, તે પણ પોતાની ઓફિસમાં વુમન કલીગને સારો સપોર્ટ કરે છે. તેઓ જેન્ડર ઇક્વોલિટીમાં માને છે. વર્કિંગ મોમના બાળકો ડે કેરમાં મોટા થાય છે, તેથી સોશિયલાઇઝેશન અને કોમ્યુનિકેશન સ્કીલ પણ ડેવલપ થાય છે.
આ પણ વાંચોઃ કોફી પીવાના નુકશાન સાંભળ્યા હશે, હવે ફાયદા પણ જાણી લો