ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

છોકરાઓ શા માટે કરે છે લગ્ન? કેટલાક કારણો ચોંકાવનારા

  • છોકરા-છોકરીઓ આજે માને છે કે લગ્ન બાદ સ્વતંત્રતા રહેતી નથી
  • યંગસ્ટર્સ વીકેન્ડમાં કોઇ પણ ડિસ્ટબન્સ વગર પાર્ટી કરવા ઇચ્છે છે
  • આખરે એવુ કયુ કારણ છે કે તેઓ આ બંધનમાં બંધાવા તૈયાર થાય છે?

આજના સમયમાં લગ્ન માત્ર ભાવનાઓ સાથે જોડાયેલો સંબંધ નથી. લગ્ન કરવા માટે આજે લોકો પોતાનું સમગ્ર ગણિત લગાવે છે. તેથી ભલે લગ્નને લાંબા સમયથી સમાજે અનિવાર્ય કર્યા હોય, પરંતુ આજે પણ ઘણા બધા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. આજના છોકરાઓને આ વિકલ્પ આકર્ષે પણ છે. કેમકે તેમને લાગે છે કે લગ્ન બાદ તેમની આઝાદી ખતમ થઇ જશે. તેઓ પોતાની જિંદગીની સારી વાત માત્ર વીકેન્ડ પર કોઇ ડિસ્ટબન્સ વગર પાર્ટી કરવાને જ માને છે.

દરેક વ્યક્તિ એવુ વિચારતી નથી, પરંતુ એવા લોકોની સંખ્યા વધુ છે જેઓ કમિટમેન્ટ ઇચ્છતા નથી. મજાની વાત એ છે કે જે છોકરાઓ તેનાથી બચતા જોવા મળે છે તેઓ એક સમયે આ બંધનમાં ખુશી ખુશી બંધાવા માટે તૈયાર થઇ જાય છે. આખરે એવુ શું થાય છે, જે તેમને મોટિવેટ કરે છે? જાણો આવા કેટલાક મજાના કારણો.

છોકરાઓ શા માટે કરે છે લગ્ન? કેટલાક કારણો ચોંકાવાનારા hum dekhenge news

પ્રેમ અને જીવનભરના સાથ માટે

પુરુષોનું લગ્ન કરવાનું કારણ એ છે કે તેમને ક્યારેય પ્રેમની કમી ન રહે અને જીવનની સફર માટે ભરોસાપાત્ર જીવનસાથી મળી રહે. આ પાછળનું આ સૌથી પાયાનું કારણ છે. મહિલાઓ પણ લગ્ન કરવા પ્રેરાય છે. કારણ કે, લગ્ન એક જ એવી વસ્તુ છે જે બે વ્યક્તિઓને પ્રેમથી સાથે રહેવાની મંજુરી આપે છે. સાથે જ જીવનની દરેક મુશ્કેલી સામે એકલા લડવુ ખૂબ અઘરૂ છે. આ એકલતાનો ડર પણ મોટિવેશનનું કામ કરે છે.

બીજા લોકોને ખુશ કરવા

ઘણી વખત પુરૂષો લગ્ન એટલા માટે કરે છે કેમકે ઘરના લોકો, સમાજ કે ગર્લફ્રેન્ડ તેમને વારંવાર સેટલ થવાનું કહ્યા કરે છે. નહીં તો તેમને ક્યારેય એ અહેસાસ થતો નથી કે લગ્ન કરવા જરૂરી છે. જે પુરુષો અન્યના દબાણમાં લગ્ન કરે છે તેઓ સામાન્ય રીતે તેમના લગ્ન જીવનનો આનંદ માણી શકતા નથી.

પોતાનું કુટુંબ બનાવવા માટે

મહિલાઓ માટે બાળક દત્તક લેવું અથવા સિંગલ પેરેન્ટ બનવું ખૂબ જ સરળ છે. પરંતુ પુરુષો આ કરી શકતા નથી. પોતાનું કુટુંબ એકસ્પાન્ડ કરવા માટે પુરુષને હંમેશા તેની પત્નીની જરૂર હોય છે. જે પુરુષોને બાળકો ગમે છે તેઓ હંમેશા પોતાના નાના પરિવારનું સ્વપ્ન જોતા હોય છે, તેઓને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી.

આ પણ વાંચોઃ જો તમે પણ આ તારીખ દરમિયાન અંબાજી દર્શનાર્થે જવાના હોય તો આટલું ખાસ વાંચો

પૈસાની બચત કરવા માટે

પરિણીત પુરુષો વધુ કમાય છે અને અવિવાહિત પુરુષો કરતાં વધુ બચત કરે છે. આ રિપોર્ટ એ પણ દર્શાવે છે કે લગ્નથી પુરુષોની કમાણી 10-24% સુધી વધે છે.

સ્ટેટસ મેઇન્ટેન રાખવા માટે

પુરુષો સ્ત્રીઓ કરતાં ઓછા લાગણીશીલ હોય છે. તેથી જ તેમના માટે સત્તા અને તેમનું સ્ટેટસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે લગ્ન પણ એટલે જ કરે છે જેથી તેઓ તેમના પરિવારની લાઇફસ્ટાઇલથી પોતાનું સ્ટેટસ બતાવી શકે અને તેને વધારી શકે.

આ પણ વાંચોઃ આ રાશિના લોકોમાં હોય છે સારી બિઝનેસ ક્વોલિટી

Back to top button