ટ્રાવેલટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

એરલાઈન્સ કંપનીઓ પરફ્યુમ સાથે લઈ જવા પર કેમ રાખે છે પ્રતિબંધ? જાણો આ છે કારણ

Text To Speech

દરેક વ્યક્તિને પરફ્યુમ અથવા ડિઓડરન્ટ લગાવવાનું પસંદ હોય છે. કેમકે શરીરમાં ગરમીના કારણે પર્સેવો થતો હોય છે ત્યારે જો પરફ્યુમ અથવા ડિઓડરન્ટ લગાવવામાં આવે તો દુર્ગંધ દૂર થઈ જાય છે અને કેટલીક વાર જ્યારે વ્યક્તિને વધુ સારી સુગંધ આવે છે, ત્યારે ઘણાં લોકોની સામે તેનો આત્મવિશ્વાસ પણ વધી જાય છે. આમ પરફ્યુમ લગાવવાના અનેક ફાયદા છે. પરંતુ પરફ્યુમના આટલા ફાયદા હોવા છતાં કેટલીક એરલાઈન્સ કંપનીઓ પ્લેનમાં પરફ્યુમ લઇ જવા પર પ્રતિબંધ રાખે છે. પરફ્યુમમાં એવું શું છે, જેના કારણે તેને એરોપ્લેનમાં લઈ જવાની મંજૂરી નથી આવો જાણીએ.

પરફ્યુમ-humdekhengenews

એરલાઈન્સ કંપનીઓ કેમ રાખે છે પરફ્યુમ લઈ જવા પર પ્રતિબંધ:

વિશ્વભરની એરલાઈન્સ કંપનીઓ વિમાનમાં પરફ્યુમ ડિઓડરન્ટ અંગે પોતાના નિયમો બનાવે છે, દેશના કાયદાઓનું પાલન કરે છે અને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નિયમોનું પણ પાલન કરે છે. આ નિયમો અનુસાર તેઓ કેબિનની અંદર પરફ્યુમ લાવવા દે છે. ઘણી કંપનીઓ પરફ્યુમની મંજૂરી આપતી નથી. જ્યારે કેટલીક માત્ર ચોક્કસ મર્યાદા સુધી વહન કરવાની મંજૂરી આપે છે. પરફ્યુમ ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે. તેમાં આગ લાગવાનું ઘણું જોખમ રહેલુ હોય છે. ઘણી વાર સોશ્યલ મીડિયા પર પ્રયોગના વીડિયોમાં જોવા મળે છે કે સળગતી આગ પર પરફ્યુમ છાંટવાથી તે પ્રજ્વલિત જ્યોત બની જાય છે. આ જ કારણ છે કે તેને પ્લેનમાં લઈ જવાની મંજૂરી નથી. જો પ્લેનમાં કોઈ કારણસર આગ લાગે છે તો પરફ્યુમ હોવાને કારણે તે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો કે લગેજ સામાનમાં પરફ્યુમ રાખવાની છૂટ હોય છે.

આ પણ વાંચો: બાબા વેંગા: ડિસેમ્બર 2023 સુધીમાં ધરતી પાયમાલ થશે, આ ડરામણી ભવિષ્યવાણી સાચી પડશે?

Back to top button