ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કિરણ ખેર બે વખત જીત્યા બાદ કેમ ન લડ્યા ચૂંટણી? કહ્યુંઃ લોહી ઉકળે છે જ્યારે…

  • કિરણ ખેર બે વખતથી તગડા માર્જિનથી ચૂંટણી જીતી રહ્યા હોવા છતાં પણ શા માટે આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી? કિરણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે અમિત શાહ અને જે પી નડ્ડા સાથે વાત કરીને મેં જાતે જ મારું નામ હટાવ્યું છે

15 એપ્રિલ, ચંદીગઢઃ કિરણ ખેર બે વખતથી પંજાબ લોકસભાની ચૂંટણી જીતી રહ્યા હતા. આ વખતે તેઓ શા માટે ચૂંટણી લડી રહ્યા નથી, એ સવાલ અનેક લોકોના મનમાં હતો. એક ઈન્ટરવ્યૂ દરમિયાન કિરણ ખેરને પૂછવામાં આવ્યું કે શું તે આ વખતની ચૂંટણીઓ મિસ નહીં કરે? તગડા માર્જિનથી જીતવા છતાં પણ તેઓ શા માટે આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી? કિરણે કહ્યું કે અમિત શાહ અને જે પી નડ્ડા સાથે વાત કરીને મેં જાતે જ મારું નામ હટાવ્યું છે.

નહોતા ઈચ્છતા પાર્ટીનું નુકશાન

કિરણ ખેરે અગાઉની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવાર પવન કુમાર બંસલને 70 હજાર વોટથી હરાવ્યા હતા. ચંદીગઢમાં આ બહુ મોટું માર્જિન હતુ. કિરણ કહે છે કાર્યકર્તાઓ પણ અતિ ઉત્સાહી હતી. ઘણા બધા લોકો અત્યારે ઘણું બધું લખી રહ્યા છે, પરંતુ હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે હું બે મહિના પહેલા અમિત શાહ અને નડ્ડાજીને મળી હતી. મેં તેમને વિનંતી કરી હતી કે આ વખતે મને રહેવા દો. હું જ્યારે બીમાર હતી ત્યારે લગભગ એક વર્ષ મારે ઈલાજ માટે મુંબઈ રહેવું પડ્યું હતું. મને મલ્ટીપલ માયલોમાં હતું. હું ચંદીગઢમાં સહેજ પણ સમય ન આપી શકી. હું ઈચ્છતી ન હતી કે મારી અહીં અનુપસ્થિતિથી પક્ષને કોઈ નુકશાન થાય. પાર્ટીમાં મારા કરવા માટે ઘણા કામ છે, જે કરવા હું ઉત્સાહિત છું.

કિરણ ખેર બે વખત જીત્યા બાદ પણ ન લડ્યા ચૂંટણી, કહ્યુંઃ લોહી ઉકળે છે જ્યારે... hum dekhenge news

પીએમ મોદીનો ફોન આવ્યો હતો

કિરણે કહ્યું કે એવું નથી કે પક્ષે મને ચૂંટણીથી રોકી છે, આ મારો નિર્ણય હતો. લોકો જ્યારે આવી વાતો કહે છે તો મારું લોહી ઉકળી ઉઠે છે. પાર્ટી મારી સાથે એવું કદી ન કરે. મારા માટે પક્ષ ખૂબ મહત્ત્વનો છે, મારા માટે મોદીજી મહત્ત્વના છે. તેઓ ખૂબ દયાળુ છે. જ્યારે હું બીમાર હતી ત્યારે તેમનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું, તમે જરા પણ ચિંતા ન કરતા કેમકે હું પાર્લામેન્ટ જઈ શકું તેમ ન હતી. મેં ક્યારેય પણ પાર્લામેન્ટમાં એક પણ દિવસ મિસ કર્યો ન હતો. એવામાં લોકો એવું બોલે કે તેમની ટિકિટ કપાઈ ગઈ તો ખૂબ ખરાબ લાગે છે. મારું લોહી ઉકળી ઉઠે છે. હું ચંદીગઢથી ક્યાંય જઈ રહી નથી. શક્ય છે કે નેક્સ્ટ ટાઈમ ચૂંટણી લડું પણ ખરી. લોકો જ્યારે ખોટી વાતો ઉડાડે છે તો દુઃખ થાય છે.

આ પણ વાંચોઃ કારની આ સિસ્ટમ બની રહી છે માર્ગ અકસ્માતમાં મૃત્યુનું કારણ, જાણો જીવ બચાવવા શું કરવું?

Back to top button