‘પૂછ્યા વગર જન્મ કેમ આપ્યો?’ આ વાતથી ગુસ્સે થઈને મહિલાએ પોતાના જ માતા-પિતા પર કર્યો કેસ
- મહિલા અજીબોગરીબ કારણોસર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાનો મુદ્દો બની રહી છે
HD ન્યૂઝ ડેસ્ક, 13 મે: એક મહિલા અજીબોગરીબ કારણોસર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા બનાવી રહી છે. મહિલાનું કહેવું છે કે, તેણીએ તેના માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, કારણ કે તેઓએ તેને પૂછ્યા વગર આ દુનિયામાં લાવવાની ભૂલ કરી છે. જો કે, આ મહિલાને તેની અજીબોગરીબ વાતો માટે ઘણી ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને પોતાના જીવન પ્રત્યે કોઈને કોઈ ફરિયાદ હોય છે. કેટલાક લોકોને આશ્ચર્ય પણ થાય છે કે તેઓ આ પૃથ્વી પર કેમ આવ્યા છે. કદાચ હું ક્યારેય જન્મ્યો જ ન હોત. પરંતુ તેમાંથી ભાગ્યે જ કોઈએ તેમના માતા-પિતાને પૂછ્યું હશે કે, ‘તમે મને જન્મ કેમ આપ્યો?’ પરંતુ એક મહિલાએ આ વાતથી એટલી નારાજ થઈ ગઈ છે કે તેણીએ પૂછ્યા વગર જન્મ આપવા બદલ પોતાના માતા-પિતા પર જ કેસ કર્યો છે. સ્વાભાવિક છે કે આ વાંચીને તમારું મન મૂંઝવણમાં આવ્યું હશે, પણ આ સોળમું સત્ય છે.
View this post on Instagram
મારી ઈચ્છા વિરુદ્ધ મને જન્મ આપવામાં આવ્યો: મહિલા
indy100ના અહેવાલ મુજબ, ન્યુ જર્સી(New Jersey)ની કાસ થિઆઝ(Kass Theaz) નામની મહિલાએ દાવો કર્યો છે કે, તેણીએ તેના માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે કારણ કે તેઓએ તેણીની પરવાનગી વગર તેને જન્મ આપવાનો ગુનો કર્યો છે. રસપ્રદ વાત એ છે કે થિઆઝ પોતે પણ એક માતા છે. મહિલાએ TikTok પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું છે કે, હું આજે અહીં પોતાના માતા-પિતાને કારણે છું. મને જન્મ આપતા પહેલા તેઓએ વિચાર્યું પણ ન હતું કે મારે આ દુનિયામાં આવવું છે કે નહીં. મહિલાની ફરિયાદ છે કે તેના માતા-પિતાએ તેણીને જન્મ આપતા પહેલા કહ્યું ન હતું.
મહિલાનું એકાઉન્ટ ‘વ્યંગ’ પર આધારિત
જો કે, TikToker Thiazના બાયો મુજબ, તેનું એકાઉન્ટ ‘વ્યંગ’ પર આધારિત છે. આવી સ્થિતિમાં, તેમના મોટાભાગના અનુયાયીઓ મૂંઝવણમાં પડી ગયા કે તેમણે જે કહ્યું તે સાચું છે કે મજાક. પરંતુ આ પછી થિયાઝે જે કહ્યું તે સાંભળીને લોકો દંગ રહી ગયા. થિઆઝે કહ્યું કે, હું મારા માતા-પિતાને કોર્ટમાં ખેંચી ગઈ કારણ કે મને ખબર નહોતી કે જ્યારે હું મોટી થઈશ ત્યારે મારે રોજીરોટી કમાવવા માટે કામ(નોકરી) કરવું પડશે અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ જ્યારે હવે પોતે એક બાળકની માતા હોવા અંગે પ્રશ્ન ઉભો થયો ત્યારે તેણીએ પોતે બાળક દત્તક લીધું હોવાનું કહ્યું.
મહિલાને તેની વિચિત્ર વાતો માટે થઈ રહી છે ટ્રોલ
મહિલાનું કહેવું છે કે બાળકો પેદા કરવું અનૈતિક છે. પરંતુ જ્યારે તમે બાળકને દત્તક લો છો, ત્યારે ત્યાં આ વાત અલગ હોય છે. કારણ કે, ત્યારે તમારી ભૂલ હોતી નથી કે તે બાળક આ દુનિયામાં કેવી રીતે આવ્યું. મહિલાએ કહ્યું કે તે પોતાના બાળકની જવાબદારી નિભાવીને સારી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય થિઆઝે લોકોને અપીલ કરી છે કે તેઓ તેમના ગર્ભમાં રહેલા બાળકને મનોવૈજ્ઞાનિક રીતે પૂછે કે શું તે જન્મ લેવા માગે છે. જો કે, લોકો હવે મહિલાને તેની વિચિત્ર વાતો માટે ટ્રોલ કરી રહ્યા છે.
આ પણ જુઓ: ‘થપ્પડ મારો, થપ્પડ ખાઓ…’ આંધ્રપ્રદેશમાં ધારાસભ્ય અને મતદાર વચ્ચે ઉગ્ર મારામારી, જુઓ વીડિયો