નેશનલ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીનના રાષ્ટ્રપતિને કેમ કહ્યાં “તાનાશાહ”

Text To Speech

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કેલિફોર્નિયામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગેન તાનાશાહ (સરમુખત્યારશાહી) ગણાવ્યા છે.

એક દિવસ પહેલા જ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવાનો હતો.

મુલાકાત પછી બ્લિંકને કહ્યું હતુ કે, બંને દેશો વાતચીત કરવા માટે તૈયાર છે.

મંગળવારની રાત્રે એક ફન્ડરેજર કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે ચીનના જાસૂસી બલૂનને લઈને ચાલી રહેલા તણાવથી શી જિનપિંગ શરમ અનુભવિ રહ્યાં હતા, જેને અમેરિકાએ તોડી પાડ્યું હતું.

તેમને કહ્યું, આ કારણ જ હતું કે શી જિનપિંગ ખુબ જ પરેશાન થઈ ગયા, જ્યારે મેં જાસૂસી ઉપકરણોથી ભરેલા બલૂનને તોડી પાડ્યું હતું.

જો બાઈડને કહ્યું, તાનાશાહો માટે આ વાત ખુબ જ શરમજનક છે. જ્યારે તેમને ખ્યાલ હોતો નથી કે શું થયું છે. ચીન અને અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે રવિવાર 19 જૂને અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીન પહોંચ્યા છે. બે દિવસીય આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવાની વાત કરી.

પાછલા પાંચ વર્ષમાં અમેરિકાના કોઈ વરિષ્ઠ નેતાનો આ પહેલો ચીનનો પ્રવાસ હતો.બ્લિંકન 2021માં જો બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની કેબિનેટના પહેલા મંત્રી છે જે ચીન પહોંચ્યા છે.

બ્લિંકન આ વર્ષ ફેબ્રુઆરીમાં ચીનનો પ્રવાસ કરવાના હતા પરંતુ તેમના પ્રવાસથી પહેલા અમેરિકાના વાયુક્ષેત્રમાં ચીની બલૂન દેખાતા બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવવા અને ચીન સાથે તણાવ એક રાજકીય મુદ્દાની જેમ મોટો થઈ રહ્યો છે. કેટલાક રિપબ્લિકન સાંસદોએ ચીન પર ‘નરમ ‘ હોવાનો બાઇડેન પ્રશાસન પર હુમલો પણ કર્યો હતો.

આ પણ વાંચો- પીએમ મોદીને સંબોધિને અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકારે ચીન પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

Back to top button