‘તો મને વોટ આપવાની કોઈ જરુર નથી’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં કેમ આવું કહ્યું?
- મેં હંમેશા કામ કર્યું છે, જે જનતા જાણે જ છે: નીતિન ગડકરી
- નાગપુરમાં આજે (19 એપ્રિલ) લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન
નાગપુર, 19 એપ્રિલ: કેન્દ્રીય મંત્રી અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીએ કહ્યું છે કે, ‘જો કોઈને લાગે છે કે મેં કોઈ સાથે ભેદભાવ કર્યો છે તો મને મત આપવાની કોઈ જરૂર નથી. મને જે પણ ઓળખ મળી છે, તે નાગપુરના લોકોની જ છે.’ મહારાષ્ટ્રના 48 સંસદીય મતવિસ્તારોમાંથી એક નાગપુરમાં આજે 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી અને નાગપુર પશ્ચિમના વર્તમાન ધારાસભ્ય વિકાસ ઠાકરે વચ્ચે મુકાબલો છે.
જો મેં ભેદભાવ કર્યો હોય તો મને મત ન આપશો: ગડકરી
ગડકરીએ કહ્યું કે જો છેલ્લા દસ વર્ષમાં મેં કોઈની સાથે ભેદભાવ કર્યો હોય કે દલિતો અને મુસ્લિમો સાથે અન્યાય કર્યો હોય તો મને મત આપવાની જરૂર નથી. જો મેં નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોય તો જ મને મત આપજો. તેમણે કહ્યું કે, ‘સમગ્ર દેશ માટે ખુશીની વાત છે કે ભગવાન રામની જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થયું છે. આજે આપણે આખા દેશમાં રામ નવમીની ઉજવણી કરી રહ્યા છીએ. ભગવાન રામ આપણા ઈતિહાસ અને સંસ્કૃતિના પ્રતિક છે, આજે ભગવાન રામના આશીર્વાદથી આપણે રામ રાજ્યની સ્થાપના કરવાનો સંકલ્પ લીધો છે. હું નાગપુરના લોકોને મારો પરિવાર માનું છું અને તેઓ પણ એવું જ અનુભવે છે. મને અહીંના લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.’
પ્રથમ તબક્કામાં યોજાયેલ ચૂંટણીમાં નીતિન ગડકરીએ પરિવાર સાથે મતદાન કર્યું, અહીં જૂઓ વીડિયો
📍 नागपुर
टाउन हॉल में आज परिवार के साथ मतदान किया। #LokSabhaElections2024#GeneralElections2024 pic.twitter.com/XaFq2vuApY
— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) April 19, 2024
‘વચનનામા’ જારી
મંગળવારે (16 એપ્રિલ) નીતિન ગડકરીએ નાગપુર લોકસભા મતવિસ્તાર માટે ‘વચનનામા’ બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું, “અમે નાગપુરમાં ઓર્ગેનિક ફળો, શાકભાજી અને ખાદ્યપદાર્થો માટે બજાર ખોલવાની યોજના બનાવીએ છીએ. ગડકરીએ કહ્યું કે મને મારી જીત અંગે 101 ટકા વિશ્વાસ છે. આ વખતે હું બહુ સારા માર્જિનથી ચૂંટણી જીતીશ. જનતાના સમર્થન, તેમનો ઉત્સાહ, પક્ષના કાર્યકરોની મહેનતને ધ્યાનમાં રાખીને હું 5 લાખથી વધુના માર્જિનથી જીતવા માટે મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.’
આ પણ વાંચો: PM મોદીને પ્રચાર દરમિયાન મોહમ્મદ શમી કેમ યાદ આવ્યો? ચારે બાજુ ચર્ચા