ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજપીપળામાં કેમ હજારોની સંખ્યામાં આદીવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા? જાણો શું છે મામલો

  • નર્મદા જિલ્લામાં વન અધિકાર 2006 અમલીકરણ કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં આદીવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા.
  • સરકારને આપી ચીમકી, કહ્યું કે જમીનના મુદ્દાનો ઉકેલ નહિ આવે તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરીશું.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં વન અધિકાર 2006 અમલીકરણ કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં આદીવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાજપીપળા કાળા ઘોડા વિસ્તારથી નર્મદા જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી સ્વરૂપે આદીવાસીઓ વન અધિકારની પોતાની પડતર માંગણીઓ સાથે પહોંચ્યા હતા. રેલીમા ઉપસ્થિત આદીવાસીઓએ સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે જમીનના મુદ્દાનો ઉકેલ નહિ આવે તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રાજપીપળામાં કેમ હજારોની સંખ્યામાં આદીવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા? જાણો શું છે મામલો

વન અધિકાર મુદ્દે મોટો અન્યાય થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો

નર્મદા જિલ્લાના પડતર તેમજ ઓછા ક્ષેત્રફળ સાથે મંજુર થયેલા વિવાદિત દાવાઓના નિકાલ માટે સેટેલાઇટ ઇમેજી આધારીત ચકાસણી કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. ત્યારે એ મુદ્દાને લઈને નર્મદા જિલ્લા નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડા, સાગબારા વિસ્તારનાં આદિવાસીઓએ રાજપીપળા જંગી રેલી કાઢી હતી. વન અધિકારો મુદ્દે મોટો અન્યાય થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ આદિવાસીઓએ લગાવ્યો હતો.

રાજપીપળામાં કેમ હજારોની સંખ્યામાં આદીવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા? જાણો શું છે મામલો

લોકોએ રોષ ઠાલવ્યો

રેલીમાં ઉપસ્થિત આદીવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે વ્યક્તિગત જમીનને લગતા 2- 3 મુદ્દાઓ સ્થાનિક કક્ષાએથી હળ થઈ શકે છે. ગીર ફાઉન્ડેશન માંથી રિપોર્ટ મળી ગયા છતાં 7 વર્ષથી નિકાલ નથી થતો. ગીર ફાઉન્ડેશન માંથી જે ક્ષેત્રફળ મંજુર થયું છે એ પણ સ્થાનિક લેવલ પર ઓછું કરીને આદેશપત્રો આપવામાં આવ્યા છે જે ખરેખર અન્યાય છે એની સામે લોકોમાં રોષ છે. અમુક વિસ્તારમા સેટેલાઇટ ઇમેજ મળતી નથી એવા કેસોમાં જિલ્લા કક્ષાએથી નિર્ણય લેવામાં આવે.

રાજપીપળામાં કેમ હજારોની સંખ્યામાં આદીવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા? જાણો શું છે મામલો

રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યું

જંગલની જમીન પોતાના નામે કરવા માટેનો અધિકાર આ લોકોને મળ્યો નથી જે મળવો જોઈએ જંગલ જમીન બાબતે ગીર ફાઉન્ડેશનને મજૂર કરેલ નિયમો કરતા ઓછી જમીન આપવામાં આવે છે એવું આદિવસીઓનું કહેવું છે.જેમાં સેટેલાઇટ ઇમેજ માં પણ આ જમીનો દેખાતી નથી તે પણ દેખાય તેવી માંગ કરી છે સાથે એક જ કટિયા માં વધારે નામો છે તેમાં હકદાર બનાવે અને સામુહિક દાવા કરવામાં આવ્યા છે.  2005 પેહલાના ખેડાણને મંજુર કરવામાં આવે જેવા અનેક મુદ્દાને લઈ રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ઉગ્ર આંદોલનની સરકારને ચીમકી

આજે આટલા વર્ષો બાદ પણ સરકાર આદિવસીઓના જંગલ જમીનના મુખ્ય મુદ્દાઓ હલ કરી શકી નથી માટે આજે આ રેલી કાઢવામાં આવી હતી. આદિવાસીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ જમીનના મુદ્દાનો ઉકેલ નહિ આવે તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો: આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના આદીવાસી વિસ્તારની શૈક્ષણિક વ્યવસ્થાની ખોલી પોલ

Back to top button