ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

આ જાલીમે કેમ એક સાથે 30 અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી દીધી?

Text To Speech

પ્યોન્ગયાંગ, 4 સપ્ટેમ્બર: દરેક દેશમાં ગંભીર ગુના પછી મૃત્યુદંડ આપવામાં આવે છે. ઉપરાંત, ઘણા દેશોમાં તો મૃત્યુદંડની કોઈ જોગવાઈ જ નથી. આ દરમિયાન ઉત્તર કોરિયાએ તેના દેશના અધિકારીઓને એક એવા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી છે જે જાણીને આશ્ચર્ય થશે. ઉત્તર કોરિયાના રાજા કિમ જોંગ ઉને એક કેસમાં અધિકારીઓને કડક સજા ફટકારી છે. જેમ દરેક દેશમાં કુદરતી આફતો વારંવાર આવે છે, તેમ ઉત્તર કોરિયામાં પણ પૂર આવ્યું અને અધિકારીઓ તેને રોકી શક્યા નહીં, જેના કારણે ત્યાંના રાજા કિમ જોંગ ઉને 30 અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી દીધી.

તાજેતરમાં, ઉત્તર કોરિયામાં આવેલા ભયંકર પૂરમાં 4 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, લોકોના ઘરો બરબાદ થઈ ગયા હતા અને જાનમાલને મોટું નુકસાન થયું હતું, જેના પછી હવે દેશના શાસક કિમ જોંગ-ઉને પૂર ન રોકવાના ગુના હેઠળ 30 અધિકારીઓને જેલની સજા નહીં કે કોઈ દંડ નહીં પણ તેમને સીધી ફાંસી જ આપવામાં આવી છે.

દેશમાં ભયંકર પૂર આવ્યું હતું 

જુલાઈ મહિનામાં ઉત્તર કોરિયામાં પૂર આવ્યું હતું, આ પૂરે ચાંગાંગ પ્રાંતમાં ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં 4 હજાર લોકોએ જીવ ગુમાવ્યા, લોકોના ઘર પૂરમાં નાશ પામ્યા, ઘણા લોકોને ઘર છોડીને અન્ય વિસ્તારોમાં રહેવા જવું પડ્યું.

30 અધિકારીઓને ફાંસી

દક્ષિણ કોરિયાના મીડિયાએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાના એવા તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેઓ પૂરને રોકવા માટે વધુ પગલાં લઈ શક્યા હોત, પરંતુ કરી શક્યા નહીં અને તેમને સખત સજા આપવામાં આવશે. દક્ષિણ કોરિયાના મીડિયાએ ઉત્તર કોરિયાના એક અધિકારીને ટાંકીને વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા ભોગવવી પડશે.

દેશમાં કેટલો બગાડ થયો?

દેશની નોર્થ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)એ અહેવાલ આપ્યો છે કે, કિંગ કિમ જોંગે તે અધિકારીઓને કડક સજા આપવાનો આદેશ આપ્યો છે જેઓ જુલાઈમાં દેશમાં આવેલા પૂરને રોકી શક્યા નથી. ઉત્તર કોરિયાના મીડિયા અનુસાર, જુલાઈ મહિનામાં દેશમાં આવેલી કુદરતી આફતમાં, પૂરમાં 4 હજારથી વધુ મકાનો ધોવાઈ ગયા હતા, 7,410 એકર જમીન નાશ પામી હતી. ઉપરાંત રેલ્વે અને રસ્તાઓને પણ નુકસાન થયું છે.

આ પણ જૂઓ: બ્રુનેઈ મુલાકાતના બીજા દિવસે પીએમ મોદીની અને સુલતાન હસનલ બોલકિયાની લક્ઝરી પેલેસમાં મુલાકાત, જાણો ખાસ વાતો

Back to top button