જસપ્રીત બુમરાહ સાથે અમ્પાયરે કેમ હાથ નહીં મિલાવ્યો હોય? વીડિયો વાયરલ
- ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની અમ્પાયર અવગણના કરતા જોવા મળ્યા
ગયાના, 28 જૂન: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મેચ દરમિયાનનો નથી પરંતુ મેચ પુરો થયા બાદનો છે. હકીકતમાં, મેચ સમાપ્ત થયા પછી, બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવે છે, પરંતુ તે પહેલા, એકબીજા સાથે હાથ મિલાવવા સિવાય, મેદાન પર હાજર ખેલાડીઓએ ત્યાં હાજર બે અમ્પાયરો સાથે પણ હાથ મિલાવવાના હોય છે. આ સેમીફાઈનલમાં જ્યારે ભારતે ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું ત્યારે ભારતીય ખેલાડીઓએ જઈને અમ્પાયર સાથે હાથ મિલાવ્યો. આ દરમિયાન એક અમ્પાયર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની અવગણના કરતાં જોવા મળે છે. વાયરલ વીડિયોમાં આ અમ્પાયર અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવી રહ્યા છે, પરંતુ બુમરાહ સાથે નહીં.
View this post on Instagram
શા માટે અમ્પાયરે બૂમરાહ સાથે હાથ મિલાવ્યો નહીં, શું છે કારણ?
જી હા, આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ આગ લગાવી રહ્યો છે. ચાહકો આ વીડિયોને કેપ્શન સાથે શેર કરી રહ્યા છે અને લખી રહ્યા છે, ‘યાર બુમરાહ ભાઈ, આવો અને મારી સાથે હાથ મિલાવો.’ જો કે અમ્પાયરે જાણી જોઈને તેની અવગણના કરી નથી, તે માત્ર એક ભૂલ છે. પરંતુ આ વીડિયોએ હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે.
જસપ્રીત બુમરાહે ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઓપનર ફિલિપ સોલ્ટ સિવાય તેણે જોફ્રા આર્ચરના રૂપમાં છેલ્લી વિકેટ પણ લીધી હતી. બૂમ-બૂમે 2.4 ઓવરના સ્પેલમાં માત્ર 12 રન આપીને આ વિકેટ ઝડપી હતી. તેમના સિવાય અક્ષર પટેલ અને કુલદીપ યાદવને 3-3 વિકેટ મળી છે. ભારતના આ શાનદાર બોલિંગ પ્રદર્શનના કારણે ટીમએ ઈંગ્લેન્ડને 103 રનમાં ઓલ-આઉટ કરવામાં સફળ રહી હતી. આ પહેલા ભારતે કેપ્ટન રોહિત શર્માની અડધી સદી (57 રન) અને સૂર્યકુમાર યાદવની 47 રનની ઇનિંગના આધારે 171 રન બનાવ્યા હતા.ભારત હવે 29 જૂને ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ બંને ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે.
આ પણ જુઓ: ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવી ભારત પહોંચ્યું ફાઇનલમાં