ટોપ ન્યૂઝવર્લ્ડ

કેમ તાલિબાને પાકિસ્તાનને યાદ કરાવ્યું ભારત સાથેનું 1971નું યુદ્ધ ? તસવીર શેર કરી આપી ધમકી

Text To Speech

પાકિસ્તાનનો ભારત સાથે વિવાદ બાદ બીજી તરફ અફઘાનિસ્તાન સાથે પણ સંબંધોમાં હવે ઉગ્રતા વદી રહી છે. પાકિસ્તાન વિરુદ્ધ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) તરફથી પાકિસ્તાનને 1971ના યુદ્ધની યાદ અપાવી દીધી છે. કતારમાં તાલિબાનના એક ટોચના નેતાનએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે.

તાલિબાનના એક ટોચના અધિકારી અહમદ યાસિરએ ટ્વીટ કરીને કહ્યું કે, જો પાકિસ્તાન, અફઘાનિસ્તાન પર હુમલો કરે છે તો 1971નું યુદ્ધ ફરીથી યાદ કરાવાશે. જેનાથી પાકિસ્તાનની સેના સામે ફરી એકવાર મુશ્કેલીમાં આવી ગઈ છે. આ અગાઉ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘુસીને ટીટીપીનો સફાયો કરવાની ચેતવણી આપી હતી.

અફઘાનિસ્તાનના તાલિબાન નેતા યાસિરએ પાકિસ્તાનની ધમકીઓ પર 16 ડિસેમ્બર 1971ના યુદ્ધની એક તસવીર પોસ્ટ કરી છે અને કહ્યું કે, પાકિસ્તાની સેનાએ વધુ એક યુદ્ધ હારવાથી બચવા માટે અફઘાનિસ્તાનથી દૂર રહેવું જોઈએ. પાકિસ્તાની સેનાને 1971ના યુદ્ધમાં ભારત સામે સરેન્ડર કરવું પડ્યું હતું. નોંધનીય છે કે પાકિસ્તાનની શહબાઝ શરીફની સરકારનો આરોપ છે કે અફઘાનિસ્તાન ટીટીપી આતંકવાદીઓને શરણ આપી રહ્યું છે.

આ પણ વાંચો : ઈઝરાયેલે સીરિયા પર હુમલો કર્યો, દમાસ્કસ એરપોર્ટ પર ભારે નુકસાન, 2 સૈનિકો માર્યા ગયા

ભારત સામે ઘૂંટણીએ પડ્યું હતું પાકિસ્તાન

યાસિરે 16 ડિસેમ્બર 1971ની એક તસવીર ટ્વીટ કરીને કહ્યું કે, પાકિસ્તાનના ગૃહમંત્રી આ અફઘાનિસ્તાન છે. ગૌરવશાળી સમ્રાટોની ભૂમિ છે. અમારા પર સૈન્ય હુમલો કરવાનું વિચારતા પણ નહીં, નહીંતર ભારત સામે જે રીતે હથિયાર મૂક્યા હતા, તે જ શરમજનક ઘટના ફરીથી બનશે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના ચીફ માર્શલ લો એડમિનિસ્ટ્રેસન (હવે બાંગ્લાદેશ) અને પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લાહ ખાન નિયાજીએ સરેન્ડર દસ્તાવેજો પર સહી કરી હતી.

Back to top button