શેરબજારમાં શા માટે આવ્યો ઘટાડો, જાણો સરળ ભાષામાં
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાતથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. તેની સાથે આજથી ભારતીય શેરબજારમાં બ્લડબાથ જોવા મળી રહ્યુ છે. ટ્રમ્પ ભલે ચીન, મેક્સિકો અને કેનેડાને ટાર્ગેટ કરતા પણ તેની સાથે ભારતીય અર્થતંત્ર અને શેરબજારોને વિપરીત અસર થવાની સંભાવના છે. હાલમાં નીકળી આવેલી વેચવાલી ભારતીય રૂપિયા સામે ડોલરમાં આવેલી મજબૂતાઇ છે જેના લીધે વિદેશી સંસ્થાકિય રોકાણકારો ભારતમાં ચોખ્ખા વેચવાલ તરીકે ઉભરી આવ્યા છે.
કરન્સીની દ્રષ્ટિએ જોઇએ તો ડોલરના મૂલ્યમાં સતત વધારો થવાની સાથે વિશ્વમાં કરન્સી અસ્થિરતા સર્જાઇ છે. ટ્રમ્પના પોલિસી વલણને ડોલર ઇન્ડેક્સ 100થી વધીને 110 થયો ત્યારથી એટલે કે સપ્ટેમ્બરથી બજારે ઓળખવાનું શરૂ કર્યુ હતું. તેની સાથે ડોલર સામે રૂપિયો સપ્ટેમ્બરમાં 83.80ના મહત્તમ મથાળે ગગડીને 87.16ના મથાળે આવી ગયો છે. એટલુ જ નહીં તેની સાથે વિદેશી અનામતો પણ 707.89 અબજ ડોલરથી ગટીને 629.56 અબજ ડોલરના સ્તરે આવી ગઇ હતી. ટૂંકમાં કહીએ તો રૂપિયામાં થિ રહેલો ઘસારો ભારતીય નિકાસને વધુ સ્પર્ધાત્મક બનાવે છે. જોકે આયાત અને નિકાસ વચ્ચેના સંતુલન અને આરબીઆઇની રૂપિયાને બચાવવાના પ્રયત્નો પર જ ચોખ્ખી અસરનો આધાર રહેશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
ઉપરાત વિદેશી ભંડોળની અસર જોઇએ તો તે ભારતીય ઇક્વિટી બજારો માટે મોટામાં મોટુ જોખમ છે. વિેદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ. 1.78 લાખ કરોડની વેચવાલી અને ભારતીય ડેટ મર્કેટમાં રૂ. 11,337 કરોડની ખરીદી કરી છે. આમ જો ડોલર રૂપિયા સામે મજબૂત થવાનું ચાલુ રાખશે તો વેચવાલી સતત રહેવાની શક્યતા નિષ્ણાતો સેવી રહ્યા છે.
ઉપરોક્ત ત્રણેય દેશો પર ટેરિફમાં વધારો કરતા વૈશ્વિક વેપાર યુદ્ધ છેડાવાની શક્યતા સેવાય છે. આ પ્રકારની નીતિથી વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વિક્ષેપ ઊભો થશે. ત્યારે ભારત હજુ પણ અસંખ્ય કોમ્પોનન્ટ માટે આયાત પર નિર્ભર હોવાથી ભારતીય અર્થતંત્ર માટે ફૂગાવાત્મક કારણ બની શકે છે. વધુમાં એવી પણ દલીલ કરવામાં આવે છે કે જે દેશો ઊંચી ટેરિફનો સામનો કરી રહ્યા છે તેમનાથી ભારતીય ઉદ્યોગો માટે સંકટ આવી શકે છે કેમ કે આવા અર્થતંત્રો તેમના વધારાની ક્ષમતાને ડંપ કરવા માટે અન્ય સ્થળો પર નજર રાખશે. ઉપરાંત સ્થાનિક બિઝનેસીસ પણ સાવચેતીભરી ચાલ અપનાવશે જેના લીધે રોકાણ નિર્ણયોમાં વિલંબ થઇ શકે છે. જેના લીધે આર્થિક વૃદ્ધિ મંદ પડી શકે છે જે મૂડી ખર્ચની વૃદ્ધિને મંદ પાડશે.
પરંતુ ખુશીના સમાચાર એ છે કે ભારતનું નામ પ્રાથમિક ટેરિફ યાદીમાં આવ્યુ નથી જે નવી દિલ્હી માટે વોશિંગ્ટન સાથે વેપાર સંબંધો મજબૂત બનાવવા માટેના દ્વાર ખુલ્લા રાખે છે. ભવિષ્યના વેપાર કરારોની દ્રષ્ટિએ તરફેણકારી શરતોની વાટાઘાટ માટે રાજદ્વારી શાખનો લાભ ઉઠાવી શકાય છે.
આ પણ વાંચો અમેરિકાના ટેરિફ વોરથી ભારતીય શેરબજારમાં હડકંપ : સેન્સેકસ અને નિફ્ટીમાં મોટો કડાકો