અચાનક કેમ ઘટી ગયા સોનાના ભાવ? જાણો આ વીકમાં શું રહ્યા હાલચાલ


ગયા અઠવાડિયે સોનાની કિંમતોમાં વધારો થયો હતો. સપ્તાહ દરમિયાન ગોલ્ડની કિંમતો પોતાના ઉચ્ચ સ્તર કરતા નીચે આવી ગઇ હતી. આ અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ ડે પર ગોલ્ડનો ભાવ 57,062 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઇ. ગયા વર્ષના આખરી દિવસે સોનાની કિંમતો 56,990 રુપિયા પર બંધ થઇ. આખા વીક દરમિયાન સોનાની કિંમતો 57000 રુપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર રહી. માર્કેટના જાણકારોનું કહેવુ છે કે આગામી દિવસોમાં સોનું હજુ મોંઘુ થવાનુ છે.
આ અઠવાડિયે સોનાના ભાવ
આ વીકના પહેલા ટ્રેડિંગ ડે એટલે કે સોમવારે સોનાની કિંમતો 57,000 રુપિયા 10 ગ્રામને પાર એટલે કે 57,013 રુપિયા પર બંધ થઇ હતી. મંગળવારે ભાવ વધીને 57,362 રુપિયા પર પહોંચી ગયો. બુધવારે કિંમતોમાં હળવો ઘટાડો થયો અને તે 57,138 પર બંધ થયો. શુક્રવારે ગોલ્ડની કિંમતો 57,062 પર ક્લોઝ થઇ. આ અઠવાડિયે ગોલ્ડની કિંમતો પોતાના હાઇ લેવલથી ઓછા સ્તર પર બંધ થઇ. જોકે ગયા અઠવાડિયાની સરખામણીમાં કિંમતો વધી છે.
સોના-ચાંદીની કિંમતો વધી શકે છે
કોમોડિટી બજારના નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં ચઢ ઉતર ચાલુ રહેશે. આગળ જતા કિંમતો વધે તો નવાઇ નહીં. રોકાણકારો કહે છે કે 2023ની પહેલી યુએસ ફેડ બેઠક અને ભારતના કેન્દ્રીય બજેટ પર રોકાણકારોની નજર છે. આ બે કારણોથી ઇન્ટરનેશનલ અને ઘરેલુ માર્કેટમાં સોનાની કિંમતો પર અસર પડી શકે છે. 2022માં બેસ મેટલની કિંમતોમાં ખુબ જ ચઢાવ-ઉતાર જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ અર્શદીપ એવો બોલર છે જેણે T20Iમાં સૌથી વધુ નો બોલ ફેંક્યા, રાંચીમાં બે બોલમાં આપ્યા 19 રન