ટિકિટ ફાળવણી પહેલાં પાંચ પાટીદારો સંસ્થાની બેઠક કેમ વધુ ચર્ચામાં આવી ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જુદા જુદા સમાજો દ્વારા પણ પોતાની જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ મળે તે માટે રાજકીય પક્ષો પાસે માંગણી કરવામાં આવી રહી છે અને સમાજના શક્તિ પ્રદર્શન દ્વારા પણ રાજકીય પક્ષોને સંદેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં ઘણાં નેતાઓ હાજર રહ્યા તો કેટલાંક ગેરહાજર રહ્યા છે. જેના કારણે પાટીદાર સમાજ ફરી એકવાર પોતાનું જોર દેખાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : કોગ્રેંસ ધારાસભ્યનું ભાજપને ખુલ્લુ સમર્થન, કહ્યું આપને મત આપવા કરતા ભાજપને આપજો!
ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદમાં ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર સમાજની સંસ્થાઓની બેઠકની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેમાં છેલ્લી ઘડીએ પાટીદાર સમાજની મુખ્ય પાંચ સંસ્થાના પ્રમુખ અને મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા. ખોડલધામ વિશ્વ ઉમિયા ધામ સરદાર ધામ આ ત્રણેયના પ્રમુખ અને મંત્રી આ બેઠકથી દૂર રહ્યા હતા.
ચૂંટણીમાં મુખ્ય પરિબળ ગણાતો પાટીદાર સમાજ તરફ ભાજપ કોંગ્રેસ અને આપ આ ત્રણેયની નજર છે ત્યારે પાટીદાર સમાજની આ સંસ્થાઓ વચ્ચે શું એક જૂટતા નથી. એવા પ્રશ્નો પણ લોકોમાં ચર્ચા રહ્યા છે. બેઠકમાં પાટીદાર અગ્રણી સી કે પટેલ પોતે રાજકીય લાભ લેવા માટે જ આ બેઠક બોલાવી હોવાથી પાટીદાર અગ્રણીઓ નારાજ હોય તેમ લાગી રહ્યું છે હવે આ બેઠકમાં રાજકીય ચર્ચાઓ થવાની બદલે ઇ ડબલ્યુ એસ અંગે આધાર આભાર પ્રસ્તાવ રજૂ થાય એવું માનવામાં આવી રહ્યું છે.
ફેડરેશનના પ્રમુખ સી.કે.પટેલે કહ્યું કે ઉંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુ જમના પટેલ, સિદસર ઉમીયાધામના જેરામ પટેલ વગેરે હાજર રહેવાના છે. ચૂંટણીમાં પાટીદાર સમાજને વધુ પ્રતિનિધિત્વ આપવા રાજકીય પક્ષો પર દબાણ લાવવામાં આવશે. આ માટે સમાજના નેતાઓ વ્યુહ ઘડશે. 2017 કરતા પાટીદારોને વધુ ટીકીટ અપાવવાનો આશય છે. સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ તથા કોંગ્રેસ આ વખતે પાટીદાર ઉમેદવારોની સંખ્યામાં કાપ મુકે તેમ હોવાની વાત વ્હેતી થતા આ તાકીદની બેઠક રાખવામાં આવી છે. ગત વખતે પાટીદાર અનામત આંદોલનને કારણે વધુ ટીકીટો ફાળવવામાં આવી હતી.
આ પણ વાંચો : કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલાને મળશે ઈનામ, ભાજપ હાર્દિક-અલ્પેશને આપી શકે છે ટિકિટ