ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાં મેયરને ગાડી છોડી મોટરસાઇકલ ઉપર બેસીને કેમ ભાગવું પડ્યું ?

Text To Speech

સુરતમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતાં વોર્ડ નંબર 16ના સ્થાનિકોએ મનપા કચેરી બહાર રામધૂન બોલાવી વિરોધ કરી રહ્યા હતા ત્યારે મેયર હેમાલી બોઘાવાલાને પાછલા દરવાજેથી ભાગવાની ફરજ પડી હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં સ્થાનિકોની વચ્ચે રહીને સુરતના મેયર હેમાલી બેન બોઘાવાલા ભાગતા નજરે પડી રહ્યા છે.

સુરતના મેયર પાછલા દરવાજેથી ભાગ્યા

પ્રાપ્ત જાણકારી મુજબ સુરતના વોર્ડ નંબર-16 પૂણા વિસ્તારની સહયોગ સોસાયટીમાં વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો સાથે ડ્રેનેજ લાઈનના પ્રશ્નનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેના કારણે સ્થાનિકોએ વિપક્ષના કોર્પોરેટરો સાથે મળીને મહાપાલિકા પર વિરોધ કરી રહ્યા હતા. અને મેયર તરફથી રહીશોને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ સાથે સિક્યોરીટીએ લોકોને દરવાજા પર જ અટકાવીને ધક્કે ચઢાવ્યા હતા. જેથી લોકોએ મેયર હેમાલી બોઘાવાલાનો ઘેરાવ કર્યો હતો, જેથી તેઓ પાલિકાની પાછળની ગલી પકડીને પીએની બાઈક પર જવા પ્રયાસ કર્યો હતો.

લોકોએ મેયરને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો

કોર્પોરેશનમાં પુણા વિસ્તારના રહીશોએ મોરચો માંડ્યો હતો. આ વિસ્તારના કેટલાક મુદ્દાઓને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વર્ષોથી શહેરી વિસ્તારમાં રહેતા હોવા છતાં ડ્રેનેજ લાઇનની સુવિધા નહીં મળતા લોકોએ પાલિકા કચેરીએ મોરચો લાવ્યા હતા, અને રજૂઆત કરવા છતા સંતોષકાર જવાબ ન મળતા સોસાયટીના રહીશો પાલિકાની કિલ્લેબંધી કરી તમામ ગેઇટ ઉપર બેસી રહેતા મેયરે સરકારી કાર છોડી મોટરસાઇકલ કેમ્પસમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. આ દરમિયાન પણ લોકોએ તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અને લોકોએ ‘ પ્રશ્નનો ઉકેલ ક્યારે, મેયર જવાબ આપો..જવાબ આપો’ના સૂત્રો ઉચ્ચાર્યા હતા.

આ પણ વાંચો : લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મળ્યો મૃતદેહ , તણાવને કારણે આત્મહત્યાની આશંકા

Back to top button