વડીલો કેમ કહેતા કે રોજ એક મુઠ્ઠી ચણા ખાવ, શું છે તેના ફાયદા?

- દરરોજ એક મુઠ્ઠી ચણા ખાવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ ચણા ખાવાના મુખ્ય ફાયદાઓ અને તેને તમારા આહારમાં સામેલ કરવાની વિવિધ રીતો
HD ન્યુઝ ડેસ્કઃ તમે તમારા દાદા-દાદી પાસેથી સાંભળ્યું હશે કે રોજ એક મુઠ્ઠી ચણા તો ખાવા જ જોઈએ. તમે કદી વિચાર્યુ કે તેના ફાયદા શું છે? ચણાને સુપરફૂડ કહેવું ખોટું નથી, કારણ કે તે પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સનો ભરપૂર સ્ત્રોત છે. દરરોજ એક મુઠ્ઠી ચણા ખાવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ ચણા ખાવાના મુખ્ય ફાયદાઓ અને તેને તમારા આહારમાં સામેલ કરવાની વિવિધ રીતો
હાડકાં અને મસલ્સને મજબૂત કરે છે
ચણા પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટે પલાળેલા ચણા ખાઓ તો તે શરીરની શક્તિ વધારવામાં અને હાડકાની બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે તે ખૂબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચોઃ દૂધ સાથે મખાના ખાશો તો હાડકાં બનશે મજબૂત, જાણો કમાલના ફાયદા
વજન ઘટાડશે
જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે ચણા વરદાન સમાન નથી. તેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. જો તમે નાસ્તામાં તળેલી વસ્તુઓ ખાવાને બદલે મુઠ્ઠીભર શેકેલા ચણા ખાશો તો તે તમને વધુ પડતી કેલરીના સેવનથી બચાવશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.
પાચન સુધારશે
ચણા ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. તેને રોજ ખાવાથી પેટ હળવું રહે છે અને એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે.
ચણા ખાવાની વિવિધ રીતો
- પલાળેલા ચણા: તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. તે તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
- શેકેલા ચણા: તેને નાસ્તા તરીકે ખાઓ. પોષણની સાથે, તે ક્રન્ચી ફ્લેવર પણ આપશે.
- ચણા ચાટ: તમે તેમાં ટામેટા, ડુંગળી, કોથમીર અને લીંબુ મિક્સ કરીને ટેસ્ટી અને હેલ્ધી ચાટ બનાવી શકો છો.