ટ્રેન્ડિંગમનોરંજન

વિક્કી કૌશલની અશ્વત્થામાં પર ડિરેક્ટરે કેમ અચાનક લગાવી બ્રેક?

Text To Speech
  • 2021 માં, વિકીએ ખૂબ જ ઉત્સાહ સાથે ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’નું પહેલું પોસ્ટર શેર કર્યું હતું, પરંતુ પછી આ ફિલ્મ આગળ વધી શકી નથી. હવે આખરે ડિરેક્ટર આદિત્ય ધરે કન્ફર્મ કર્યું છે કે આ ફિલ્મ અત્યારે બની રહી જ નથી.

વિક્કી કૌશલને ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર નિર્દેશક આદિત્ય ધર તેની સાથે સુપરહીરો એક્શન ફિલ્મ ‘અશ્વત્થામા’ બનાવવાના હતા. આ પ્રોજેક્ટને લઈને શરૂઆતથી જ ભારતીય સિનેમાના ચાહકોમાં ખૂબ જ એક્સાઈટમેન્ટ હતું. 2019 માં, એવા સમાચાર હતા કે વિક્કી અને આદિત્ય મહાભારતના પાત્ર અશ્વત્થામા પર આધારિત સુપરહીરો ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે વિક્કીએ ઘોડેસવારી અને માર્શલ આર્ટની ટ્રેનિંગ લેવાનું પણ શરૂ કરી દીધું હતું, પરંતુ લોકડાઉનને કારણે આ ફિલ્મ શરૂ થઈ શકી ન હતી. 2021 માં, વિક્કીએ ખૂબ જ ઉત્સાહ સાથે ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’નું પહેલું પોસ્ટર શેર કર્યું હતું, પરંતુ પછી આ ફિલ્મ આગળ વધી શકી નથી. હવે આખરે ડિરેક્ટર આદિત્ય ધરે કન્ફર્મ કર્યું છે કે આ ફિલ્મ અત્યારે બની રહી જ નથી. તેનું કારણ આપતાં આદિત્યએ કહ્યું છે કે ભારે ભરખમ બજેટને કારણે અત્યારે આ ફિલ્મ બનાવવી શક્ય નથી.

આદિત્ય ધરે શું કહ્યું?

પોતાની નવી ફિલ્મ આર્ટિકલ 370ના ટ્રેલર લોન્ચ પર આદિત્યએ કન્ફર્મ કર્યું કે અશ્વત્થામાં હાલમાં બની રહી નથી. અમારે તેને અત્યારે સાઈડમાં રાખી દેવી પડી છે. સાચું કહું તો તેના માટે અમારું બધાનું જે વિઝન હતું તે ઈન્ડિયન સિનેમામાં ચાલવા પ્રમાણે ખૂબ મોટું હતું. અમે જેવી વીએફએક્સ ક્વોલિટી ઈચ્છતા હતા, તેવી અત્યાર સુધી અહીં કોઈએ કોશિશ પણ કરી નથી. આ માટે આદિત્યએ જેમ્સ કેમરુનની ફિલ્મ અવતારનું ઉદાહરણ આપતા કહ્યું કે જેમ્સ કેમરૂનને અવતારનો આઈડિયા 27 વર્ષ પહેલા આવ્યો હતો, પરંતુ તેમણે માર્કેટ મોટું બને તેની રાહ જોઈ, ટેકનોલોજી તે લેવલ પર આવવાની રાહ જોઈ. હું તેમના જેવો તો નથી, પરંતુ જો અમારે એક્સલન્સ જોઈએ તો એવરેજ કામ નહીં ચાલે. આપણા દેશને યોગ્ય રીતે રિપ્રેઝન્ટ કરવો તે એક મેકર્સ તરીકે અમારી સૌથી મોટી જવાબદારી હોય છે.

આ પણ વાંચોઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પિતાની વેદનાનો ચોંકાવનારો જવાબ આપ્યો, જાણો શું કહ્યું

Back to top button