Appleના CEOએ કેમ ભારતીયોને આ ભાષા શીખવા પર ભાર મુક્યો?
- ટિમ કુકે તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં કોડિંગ અંગે વાત કરી.
- તેઓ ખાસ કરીને છોકરીઓને આ ભાષા શીખવવા ઇચ્છે છે.
- કુકે કહ્યુ કે તેનાથી બાળકો ગ્લોબલ લેવલે કામ કરતા થશે.
તાજેતરમાં Appleના CEO ટિમ કુક ભારત આવ્યા હતા. ભારતમાં એપલના ઓફિશિયલ રિટેલ સ્ટોરનું ઓપનિંગ થયુ. ટિમ કુકે પહલા મુંબઇવાળા સ્ટોરનું ઓપનિંગ કર્યુ, ત્યારબાદ દિલ્હીના સાકેત વાળા સ્ટોરનું ઓપનિંગ કર્યુ. આ દરમિયાન ટિમ કુકે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. ટિમ કુકે એવી કેટલીક બાબતો જણાવી જે ભારતના બાળકો અને પેરેન્ટ્સને ખબર હોવી જોઇએ. ટિમ કુકે ઇન્ટરવ્યુમાં કોડિંગ અંગે વાત કરી. તેમણે કહ્યુ કે કોડિંગ એક એવી વસ્તુ છે, જે ભારત સહિત દુનિયા ભરની સ્કુલના બાળકોએ શીખવી જોઇએ.
ટિમ કુક બાળકોને શીખવવા ઇચ્છે છે આ ભાષા
ટિમ કુકે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે કોડિંગ એક માત્ર ગ્લોબલ ભાષા છે અને મારી ઇચ્છા છે કે છોકરીઓ સહિત વધુમાં વધુ ભારતીય સ્ટુડન્ટ્સે સ્કુલના દિવસોમાં કોડિંગ શીખવું જોઇએ. કોડિંગ શીખવા પર તેઓ મોટા થઇને ગ્લોબલ પ્રોજેક્ટ બનાવી શકશે.
Appleના CEOએ ભાર આપ્યો છે કે આ કારણે તેઓ વાસ્તવિક જીવનની સમસ્યાઓને હલ કરી શકશે. કોડિંગ પોતાને વ્યક્ત કરવાની એક રીત છે અને આપણને દુનિયામાં તેની સૌથી વધુ જરૂર છે. કુકે કહ્યુ કે કોડિંગને પ્રાથમિક વિદ્યાલયમાં ભણાવવુ જોઇએ.
કોડિંગમાં એક્સપર્ટ થવા માટે ડિગ્રીની જરૂર નથી.
કુકે કહ્યુ કે હાઇ સ્કુલ પાસ કરતા પહેલા તમામ લોકોએ પ્રોગ્રામિંગ શીખવુ જોઇએ. એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમારી રચનાત્મકતાને દુનિયા સામે લાવવાની એક રીત છે. Appleના CEOએ હંમેશા સ્કુલના અભ્યાસક્રમમાં કોડિંગને સામેલ કરવા પર ભાર આપ્યો છે. તેમનું કહેવુ છે કે કોડિંગમાં એક્સપર્ટ થવા માટે ચાર વર્ષની ડિગ્રીની જરૂર નથી. દુનિયામાં દરેક વ્યક્તિને કોડિંગ શીખવાનો અવસર મળવો જોઇએ. તે નવા દરવાજા ખોલી શકે છે.