ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CBIએ શા માટે મનીષ સિસોદિયાને દારૂ કૌભાંડ કેસનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહ્યું? જાણો

  • લીકર પોલીસીમાં કેસમાં હવે 20 એપ્રિલે સુનાવણી
  • સીબીઆઈ અને ઇડીએ સિસોદીયાની જામીન અરજીનો કર્યો વિરોધ
  • સીબીઆઈ એ કહ્યું કે મનીષ સિસોદિયા આ કેસમાં મુખ્ય સૂત્રધાર છે

દિલ્હી, 16 એપ્રિલ: મનીષ સિસોદિયની જામીન અરજી પર રાઉજ એવેન્યુ કોર્ટમાં સીબીઆઈ અને ઈડીએ પોતાની દલીલો રજુ કરી હતી જે પછી કોર્ટે કેસને આગળ સુનાવણીની તારિખ 20 એપ્રિલની આપી હતી. લીકર પોલીસી સ્કેમમાં ફસાયેલા દીલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની વડે કરાયેલી જામીન અરજી પર રાઉજ એવેન્યુ કોર્ટમાં ઈડી અને સીબીઆઈએ સિસોદિયા વિરુધ્ધમાં પુરાવાઓ રજુ કરીને સિસિોદયાને આ સ્કેમના માસ્ટરમાઈન્ડ ગણાવતા તેની જામીન અરજીના વિરોધમાં જોરદાર દલીલો રજૂ કર્યું હતું.

દીલ્હીના આ બહુચર્ચિત કેસમાં મનીષ સિસોદિયાના વકીલે ટ્રાયલમાં થઈ રહેલા વિલંબને કારણે જામીન અરજી દાખલ કરી હતી. જેના વિરોધમાં નોંધાવતા ઈડીએ જણાવ્યં કે માત્ર વિલંબના આધારે જામીન અરજી માટે તેમણે એફિડેવિટ કરવું જોઈએ. ઈડીએ દલીલ કરતા કહ્યું કે આ કેસમાં ઘણી બધી અરજીઓ દાખલ કરવામાં આવેલી હોવાથી કેસ ગોકળગતિએ ચાલી રહ્યો છે તેમ ના કહી શકાય. આર્ટીકલ 21નો ઉલ્લેખ કરીને ઈડીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે જો ગુનાની ગંભીરતા ગંભીર છે તો માત્ર વિલંબ થવાના આધાર પર જામીન ન આપી  શકાય.

ઈડીની દલીલો અને પુરાવા

ઇડીએ દલીલોનો મારો ચલાવતા કહ્યું કે પોલીસીમાં કોઈપણ પ્રકારના ગણિત કે તર્ક વગર  ડાયરેક્ટ પ્રોફિટ માર્જિન 7 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી હતી. આ પ્રકારનો નિર્ણય કોઈ પણ ચર્ચા કે મિટિંગ કર્યા વગર લેવામાં આવ્યો હતો. જેનાથી સ્પષ્ટ થાય છે કે દારુ આબકારી નીતિ માત્ર ગેરકાનૂની રીતે લાભ પ્રાપ્ત કરવા માટેનું એક માધ્યમ હતું. ઈડીએ કહ્યું કે નિષ્ણાત સમિતિના રિપોર્ટને શા માટે ગેરમાર્ગે   દોરવણી કરાઈ? આ પોલીસી માત્ર કેટલાક જથ્થાબંધ વેપારીઓના લાભ ખાતર બનાવાઈ હતી. જેની કાળી કમાણીનો આંકડો અંદાજિત 338 જેટલો બહાર આવ્યો હતો અને માત્ર 3 દિવસની અંદર જ કોઈ પણ પ્રકારની મિટિંગ કે જાણ કર્યા વગર  પ્રોફિટ માર્જીનને ડાયરેક્ટ 7 ટકાથી વધારીને 12 ટકા જેટલો કરવામાં આવ્યો હતો.

ઇડીએ આપ્યા પુરાવા
પુરાવા રજુ કરતા ઇડીએ કહ્યં કે ઓબેરોય હોટલમાં સાઉથ ગ્રુપ સાથે એક મિટીંગ યોજાઈ હતી. જેમાં બધા આરોપીઓ મિટીંગ દરમિયાન હાજર હતા.જેમાંથી કેટલાક સરકારી સાક્ષી બન્યા હતા.મનીષ સિસોદિયા એ પુરાવાઓનો નાશ કર્યો હતો. આ કેસની પુછપરછમાં મનીષ સિસોદિયાએ કહ્યં હતું કે મારો ફોન બગડી ગયો હતો,પણ તેમના જુના ફોન વિશે કાઁઈ બોલી શક્યા નહોતા. આબકારી વિભાગમાં કામ કરનારા એક અધિકારીએ જણાવતા કહ્યું હતું કે કોઈને જાણ ન થાય એ માટે સિસોદિયાએ જુના ડ્રાફ્ટ કેબિનેટ નોટનો નાશ કર્યો હતો.

સીબીઆઈની લેખિતમાં રજુઆત

દીલ્હીના આ બહુચર્ચિત કેસમાં હાલમાં જેલવાસ ભોગવી રહેલા મનીષ સિસોદિયાએ જામીન અરજી દાખલ કરતા સીબીઆઈએ પણ તેનો વિરોધ લેખિત સ્વરુપમાં નોંધોવ્યો હતો અને જોરદાર દલીલો પણ કરી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે આ પોલીસી હેઠળ સાઉથ ગ્રુપ સાથે ઓબેરોય હોટલમાં ડેપ્યુટી સીએમે મિટીંગ કરી હતી. જેમાં સાઉથ ગ્રુપ પાસેથી સિસોદિયાએ  અંદાજીત 100 કરોડ રુપિયા લીધા હતા. અને સિસોદિયાના પક્ષે વિલંબના કારણે દાખલ કરેલી જામીન અરજી અંગે જણાવતા ક્હ્યું હતું કે,  આ કેસમાં કરાયેલી ચાર્જશીટ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોની યાદી મનીષ સિસોદિયાને સોંપવામાં આવી હતી જેનું તેમના દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. એટલે કેસમાં વિલંબ થઈ રહ્યો છે તે આરોપ પાયાવિહોણો સાબિત થાય છે.

સિસોદિયા છે આ કેસના મુખ્ય સૂત્રધાર

દીલ્હીના એલજીને દારુ આબકારી નીતિ બાબતની જાણ થતાં સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી જે પછી તરત જ મનીષ સિસોદિયાએ આ પોલીસીને પાછી ખેંચી લીધી હતી. સાઉથ ગ્રુપને ફાયદો કરાવવા ઘડાયેલી પોલીસી મામલે સીબીઆઈએ મનીષ સિસોદિયાને મુખ્ય સૂત્રધાર ગણાવ્યા હતા. આ કેસમાં અન્ય આરોપીઓને જામીન મળતા સિસોદિયા તરફથી આરોપ કરાયો હતો કે  તે લોકોની ભુમીકા, એક્શનને જોતા લાગે છે કે તેમના પર સમાનતાના આધારે આ કેસ લાગુ નથી કરાયો. નિષ્ણાત સમિતિ વધુમાં કહ્યું હતું કે હોલસેલનો બિઝનેસ સરકારને બદલે ખાનગી કંપનીઓને શા માટે આપવામાં આવ્યો? આ મામલે વધુ સુનાવણી હવે 20 એપ્રિલે હાથ ધરાશે.

આ પણ વાંચો: સારો દારુ સસ્તામાં જોઈએ છે? તો અમને મત આપી સરકાર બનાવો, કોણે કહ્યું આવું?

Back to top button