ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

BJP નેતાએ મુસ્લિમ યુવક સાથે દીકરીના લગ્ન કેમ કર્યા રદ્દ?

Text To Speech

ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સ્થાનિક નેતાએ લોકોના દબાણમાં મુસ્લિમ યુવક સાથે તેની પુત્રીના લગ્ન રદ કરી દીધા છે. મહત્વનું છે કે આમંત્રણ કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયા બાદ વિસ્તારમાં વિરોધ થયો હતો, ત્યારબાદ આ લગ્ન રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

BENAM-HUMDEKHNGENEWS
મુસ્લિમ યુવક સાથે BJP નેતાની પુત્રીના લગ્નનુ વાયરલ કાર્ડ

ભાજપના નેતા યશપાલ બેનામે જણાવ્યું હતું કે પૌડી ગઢવાલમાં એક મુસ્લિમ વ્યક્તિ સાથે તેમની પુત્રીના લગ્ન શનિવારે વરરાજાના પરિવારની “પરસ્પર સંમતિ” સાથે રદ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે લગ્નના આમંત્રણની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. લગ્ન 28 મેના રોજ થવાના હતા. તેમણે કહ્યું, ‘જનપ્રતિનિધિ તરીકે હું નહોતો ઈચ્છતો કે મારી પુત્રીના લગ્ન પોલીસ અને વહીવટીતંત્રના રક્ષણ હેઠળ થાય. હું જનતાની ભાવનાઓનું સન્માન કરું છું.

છોકરા-છોકરી અને પરિવારની સહમતિથી લગ્ન થવાના હતા
યશપાલ બેનામના જણાવ્યા અનુસાર, લગ્ન બંને પરિવારોની સંમતિથી નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલીક બાબતો સામે આવ્યા બાદ લગ્ન કરાયા છે. તેમણે કહ્યું, ‘મારી દીકરીના લગ્ન એક મુસ્લિમ યુવક સાથે થવાના હતા. બાળકોની ખુશી, મરજી અને તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બંને પરિવારોએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, જેના માટે કાર્ડ પણ પ્રિન્ટ કરીને વહેંચવામાં આવ્યા હતા. લગ્નનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લગ્ન સામે વાંધો ઉઠાવતા અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. મહત્વનું છે કે યુવક અને યુવતી એક જ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા હતા. બંન્ને અભ્યાસ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. મુસ્લિક યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને યુવતી ઉત્તરાખંડના BJP નેતાની પુત્રી છે.

BHAJAP-HUMDEKHENGENEWS

લગ્નની વિધિ ન કરવાનો નિર્ણય લીધો
બીજેપી નેતાએ કહ્યું, “વિવાદ ઉભો થયા પછી, પરસ્પર સંમતિથી, બંને પરિવારોએ હાલમાં લગ્નની વિધિ ન કરવાનો નિર્ણય લીધો. જો કે, તેમણે કહ્યું કે તેમની પુત્રીના લગ્ન સંબંધિત નિર્ણય પરિવાર, શુભચિંતકો અને વર પક્ષ સાથે મળીને નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: 370 પુનઃસ્થાપિત નહી થાય ત્યાં સુધી નહી લડું ચૂંટણી : મહેબૂબા મુફ્તી

Back to top button