ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીના આ નિર્ણયને ભાજપે ‘રાજકીય ખેલ’ કેમ ગણાવ્યો? વિશ્વાસઘાતનો પણ લગાવ્યો આરોપ

  • રાહુલ ગાંધીએ રવિવારે વાયનાડના લોકોને લખ્યો એક ભાવુક પત્ર
  • વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડવાને લઈને ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઘેર્યા

દિલ્હી, 24 જૂન: કેરળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કે. સુરેન્દ્રએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વાયનાડના મતદારોને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપી છે. કેરળ ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું કે આ માત્ર એક ‘રાજકીય ખેલ’ છે. રાહુલ ગાંધીએ વાયનાડની જનતા સાથે દગો કર્યો છે.

રાહુલ ગાંધીએ વાયનાડના લોકોને લખ્યો હતો એક ભાવુક પત્ર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વાયનાડના લોકોને એક ભાવુક પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે વાયનાડના લોકો માટે તે અજાણ્યા હોવા છતાં પણ અહીંના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો. તેમના પત્રમાં તેમણે જણાવ્યું કે તેઓ વાયનાડને તેમના સંસદીય ક્ષેત્ર તરીકે છોડી રહ્યા છે. તેઓ લોકસભા સાંસદ તરીકે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકનું પ્રતિનિધિત્વ કરશે.

રાહુલ ગાંધીએ અનેક નિવેદનો આપ્યા છે જે ક્યારેય સાચા નથી પડ્યા: BJP

ભાજપે રાહુલ ગાંધીના આ નિર્ણયને રાજકીય ખેલ ગણાવ્યો છે. કેરળના બીજેપી અધ્યક્ષ સુરેન્દ્રએ કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા જ વાયનાડની જનતા સાથે દગો કર્યો છે. તેઓ હંમેશા કહેતા આવ્યા છે કે વાયનાડ મારું બીજું ઘર છે, મારો પરિવાર છે. હવે એ નિવેદન પાછળનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેઓ તેમની બહેનને ત્યાં લઈને આવ્યા, એટલે તેમણે આ બધુ તેમના પરિવારના સભ્યો માટે કર્યું. આ પણ એક ખેલ જ છે, લોકો હવે તેમના પર વિશ્વાસ નહીં કરે કારણ કે તેમણે ઘણા નિવેદનો આપ્યા છે પરંતુ તે ક્યારેય સાચા નથી પડ્યા.

પ્રિયંકા ગાંધીનું નામ મોટું છે તો તેઓ યુપીમાંથી કેમ ન લડ્યા ચૂંટણી?

આ સાથે જ તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વાયનાડ પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને ટક્કર આપશે. સુરેન્દ્રએ કહ્યું, ‘જો પ્રિયંકા ગાંધીનું પાર્ટીમાં મોટું નામ હતું તો તેઓ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી કેમ ન લડી? 2024ની લોકસભા ચૂંટણીમાં શું થયું? પ્રિયંકા ગાંધીને રાયબરેલી કે અમેઠીમાંથી ચૂંટણી લડાવવાનો કેમ વિચાર ના કર્યો? રાહુલ ગાંધીએ વાયનાડમાં સાથે જે વિશ્વાસધાત કર્યો છે તે ફરીથી થવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે તેથી લોકોએ આના પર ફરીથી વિચાર કરશે.

ઈન્ડી ગઠબંધનને ટક્કર આપશે BJP

બીજેપી નેતાએ કહ્યું કે વાયનાડ પેટાચૂંટણીમાં મુકાબલો એનડીએ અને ઈન્ડી ગઠબંધન વચ્ચે છે. ભાજપ પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂરી તાકાતથી ટક્કર આપશે. ડાબેરી પક્ષો ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. આ ચૂંટણીમાં માત્ર ભાજપ કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન સાથે જોરદાર ટક્કર આપશે.

આ પણ વાંચો: શશી થરૂરે NEET વિવાદમાં યુપીની મજાક ઉડાવી, નેટિઝન્સ દ્વારા મળ્યો જડબાતોડ જવાબ

Back to top button