ટ્રેન્ડિંગસ્પોર્ટસ

હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવ કેમ બન્યો T20નો કેપ્ટન?

  • ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ શ્રીલંકા પ્રવાસથી પોતાના કાર્યકાળની કરશે શરૂઆત
  • ભારતીય ટીમ 27 જુલાઈથી કરશે શ્રીલંકા પ્રવાસની શરૂઆત
  • શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 12 દિવસમાં કુલ 6 મેચ રમશે

મુંબઈ, 22 જુલાઈ: ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંનેએ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.

સૂર્યકુમારને કેમ બનાવવામાં આવ્યો કેપ્ટન?

મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે, ‘સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો કારણ કે તે લાયક ઉમેદવારોમાંથી એક છે, તે T20ના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. અમારે એવો કેપ્ટન જોઈએ છે જે બધી મેચ રમે. હાર્દિક પંડ્યાની ફિટનેસ તેમના માટે પડકારરૂપ હતી. હાર્દિક ઘણો મહત્વનો ખેલાડી છે, પરંતુ તેની ફિટનેસ ચિંતાનો વિષય છે. પસંદગીકારો/કોચ માટે તેને દરેક મેચ રમાડવી મુશ્કેલ બની જાય છે. અમને એવો કેપ્ટન જોઈતો હતો જે તમામ મેચ રમવા માટે ઉપલબ્ધ હોય. સૂર્યમાં સફળ થવા માટે જરૂરી તમામ ગુણો છે.

ઋતુરાજ અને અભિષેક કેમ થયા બહાર?

ઋતુરાજ અને અભિષેકને ટીમમાંથી બહાર કર્યા અંગે અજીત અગરકરે કહ્યું, ‘કોઈપણ ખેલાડી જેને ટીમમાંથી બહાર કરવામાં આવે એટલે તેને ખરાબ તો લાગવાનું જ. રિંકુને જ જુઓ, તેણે T20 વર્લ્ડ કપ પહેલા ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટીમમાં જગ્યા ના બનાવી શક્યો. અમે ફક્ત 15 ખેલાડીઓની પસંદગી કરી શકીએ છીએ.’

જાડેજાને પડતો નથી મૂક્યો: અગરકર

અજીત અગરકરે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કહ્યું, ‘અક્ષર અને જાડેજા બંનેને પસંદ કરવાનો કોઈ અર્થ નહોતો. તેમાંથી એકને ગમે તેમ કરીને બેંચ પર મૂકવો જ પડોત. જાડેજાને પડતો નથી મૂકવામાં આવ્યો. ટેસ્ટની લાંબી સિઝન આવી રહી છે.

ગૌતમ ગંભીરે કહ્યું, ‘મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ખેલાડીઓ હંમેશા મને સપોર્ટ કરશે. ડ્રેસિંગ રૂમમાં ખુશનુમા વાતાવરણ હોવું જરૂરી છે. હું વસ્તુઓને જટિલ બનાવવા માંગતો નથી. હું ખૂબ જ સફળ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છું. ગૌતમ ગંભીરે કહ્યું કે બોલરોને બેટ્સમેન કરતાં વધુ આરામની જરૂર છે.

શ્રીલંકા પ્રવાસ દરમિયાન આ અનુભવી કોચિંગ સ્ટાફ રહેશે હાજર

રેયાન ટેન ડોશચેટ અને અભિષેક નાયર સહાયક કોચ તરીકે શ્રીલંકા પ્રવાસ પર જશે. ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે યથાવત રહેશે. જ્યારે સાઈરાજ બહુતુલે શ્રીલંકા પ્રવાસ પર વચગાળાના બોલિંગ કોચ હશે. ગંભીરે આ વાતની પુષ્ટિ કરી છે. ગંભીર કહે છે, ‘આ કોચિંગ સ્ટાફનો સાર છે, પરંતુ અમારી પાસે પુષ્કળ સમય છે. શ્રીલંકા સિરીઝ પછી અમારી પાસે સમય હશે. મને ખેલાડીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મને આશા છે કે અભિષેક અને રેયાન કોચ તરીકે સફળ થશે.

વિરાટ-રોહિત-બુમરાહ પર ગંભીરે શું કહ્યું?

ગંભીરે કહ્યું, ‘જસપ્રિત બુમરાહ જેવા ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે. રોહિત અને વિરાટ T20 નથી રમી રહ્યા, તેથી તેઓને મોટાભાગની મહત્વપૂર્ણ મેચો માટે ઉપલબ્ધ રહેવું પડશે. બેટ્સમેન માટે જો તે સારું ક્રિકેટ રમી શકે અને સારા ફોર્મમાં હોય તો તેમણે બધી મેચ રમવી જોઈએ. માત્ર જસપ્રિત બુમરાહ માટે જ નહીં પરંતુ મોટાભાગના બોલરો માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે.

ગંભીરે કોહલી વિશે કહ્યું, ‘અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે, તે વર્લ્ડ ક્લાસ એથ્લેટ છે અને મારા મનમાં એકબીજા માટે ઘણું સન્માન છે. અમારી પાસે ચેટ્સ અને સંદેશાઓ છે અને અમારું ધ્યાન 140 કરોડ ભારતીયોને ગૌરવ અપાવવાનું છે.

બંને 2027 વર્લ્ડ કપ રમી શકે છે: ગંભીર

ગંભીરે કહ્યું, ‘મને લાગે છે કે રોહિત-વિરાટે એ બતાવ્યું છે કે તેઓ મોટા મંચ પર શું કરી શકે છે, પછી તે T20 વર્લ્ડ કપ હોય કે 50 ઓવરનો વર્લ્ડ કપ. આ બંને ખેલાડીઓમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવી રહી છે, ઓસ્ટ્રેલિયામાં એક મોટી ટેસ્ટ સિરીઝ આવી રહી છે. તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રેરિત થશે અને જો તેઓ પોતાની ફિટનેસ જાળવી શકશે તો તેઓ 2027નો વર્લ્ડ કપ પણ રમી શકશે. આ એક ખૂબ જ વ્યક્તિગત નિર્ણય છે. હું કહી શકતો નથી કે તેનામાં કેટલું ક્રિકેટ બાકી છે. વિરાટ અને રોહિતે શું કર્યું છે તે જોતા તેઓ હજુ પણ વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે.

શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 ક્યારે?

ભારતીય ટીમ 27 જુલાઈના રોજ શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 12 દિવસમાં કુલ 6 મેચ રમશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ ટી20 27મીએ, બીજી ટી20 28મીએ અને છેલ્લી ટી20 મેચ 30મી જુલાઈએ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે.

શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે શ્રેણી ક્યારે?

T20 પછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. ત્યાર બાદ બાકીની બે વનડે મેચ 4 અને 7 ઓગસ્ટે રમાશે. ત્રણેય ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: ઓલિમ્પિકસ સંઘને BCCIએ આપ્યા રૂ.8.5 કરોડ, જય શાહે કરી જાહેરાત

Back to top button