મનોરંજન

સની લિયોનીએ પતિ માટે કેમ આવું લખ્યું?

Text To Speech

કાન્સમાં ડેબ્યૂ કરનાર સની લિયોને 15 વર્ષ સુધી ડેનિયલ સાથે રહેવાની ખુશી માટે કાન્સમાં જ તેના પતિનો આભાર માન્યો હતો. આ સાથે અભિનેત્રીએ તેનો વીડિયો પણ શેર કર્યો છે. સની લિયોનને કોઈ પરિચયની જરૂર નથી. સની લિયોને હાલમાં જ અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત ‘કેનેડી’થી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશ કર્યો છે. આવો જાણીએ સની લિયોને શું કહ્યું. અભિનેત્રીએ કાન્સમાં જ તેના પતિનો આભાર માન્યો. તેને કહ્યું ‘ઈશ્વરે તને મારા જીવનમાં મોકલ્યો’…મારા સપના પૂરા કરવા અને મને મદદ કરવા, હું તને ખુબ જ પ્રેમ કરું છું આભાર.’

આ પણ વાંચો : ઉજ્જૈનમાં જોરદાર વાવાઝોડાએ તારાજી સર્જી, 6 મૂર્તિઓ પડીને તૂટી

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર
સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને તેના પતિ માટે એક નોટ લખી કે, ‘ઈશ્વરે તમને મારા જીવનમાં મોકલ્યા છે. તારા વિના મારા જીવનમાં આ ક્ષણ ન આવી હોત. મારા સપના પૂરા કરવા અને મને મદદ કરવા આભાર, હું તને ખુબ જ પ્રેમ કરું છું. સની લિયોને બે વીડિયો શેર કર્યા છે. સની લિયોને શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે કેવી રીતે તેના પ્રેમાળ પતિ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જતી જોવા મળી રહી છે.

આ સાથે તે તેના પતિ સાથે ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આ અવસર પર સની લિયોન લાઇટ ગોલ્ડન ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે અને તેનો પતિ પણ બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહ્યો છે. બંને ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળે છે.

આ પણ વાંચો : આ ખરાબ ટેવો તમારી ત્વચાની ચમક છીનવી લે છે, આજે જ બદલો..

Back to top button