સીઝનલ ફ્લુ H3N2 કેમ આ વર્ષે ઘાતક બન્યો? શું કહે છે નિષ્ણાતો
ઇન્ફ્લુએન્ઝા H3N2ના સંક્રમણથી ભારતમાં ત્રીજા મોતના સમાચાર આવ્યા છે. દેશના અનેક રાજ્યોમાં નવા કેસ મળવાની સાથે સાથે દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિના મનમાં આ બિમારીને લઇને સવાલો છે. જો આ દર વર્ષે થતો સીઝનલ ફ્લુ છે તો આ વખતે સીરિયસ કેસ કેમ સામે આવી રહ્યા છે. કેટલાય દર્દીઓને ખાંસી એક મહિના કરતા વધુ સમયથી ઠીક થઇ રહી નથી. આ વાતને લઇને પણ પેનિક છે. ડોક્ટર્સનું કહેવુ છે કે આ વાઇરસથી ડરવાની જરૂર નથી. જોકે એવી કેટલીક વાતો છે જે તમને ખબર હોવી જોઇએ.
ઘરે રહેવાથી ઘટી રોગપ્રતિકારક શક્તિ?
કોરોના વાઇરસ બાદ હવે ઇન્ફ્લુએન્ઝાના કેસ સામે આવી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે હવામાન અચાનક ઠંડામાંથી ગરમ થવાના કારણે ફ્લુના કેસ વધી રહ્યા છે. કેટલાક એક્સપર્ટ્સનું કહેવુ છે કે કોરોના દરમિયાન ઘરની અંદર રહેવાથી લોકોની ઇમ્યુનિટી ઘટી ગઇ છે. લાંબો સમય લોકો ઘરમાં રહ્યા તે કારણે તડકો ન મળ્યો. હવે લોકોમાં ખાસ કરીને યંગસ્ટર્સમાં બી12 અને વિટામીન ડીની કમી પણ જોવા મળી રહી છે. હવે જ્યારે લોકો ઘરની બહાર નીકળ્યા તો સીઝનલ વાઇરસના લક્ષણો જવામાં પણ સમય લાગી રહ્યો છે. કેટલાય ડોક્ટર્સનું કહેવુ છે કે ઘરની અંદર રહેવાથી ઇમ્યુનિટી આટલી પણ વધુ પ્રભાવિત ન થવી જોઇએ.
કેમ જઇ રહી નથી ખાંસી?
મોટાભાગના દર્દીઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની ખાંસી લાંબા સમય સુધી પણ ઠીક થઇ રહ્યા નથી. ડોક્ટર્સનું માનવુ છે કે નબળી ઇમ્યુનિટી, હવામાં પોલ્યુશન તે જેને એલર્જીની સમસ્યા છે તેની સાથે આવુ વધુ થઇ રહ્યુ છે. નાના બાળકો, વૃદ્ધો અને જેને પહેલેથી જ કોઇ બિમારી છે તેને વધુ સમસ્યા થઇ રહી છે. પોસ્ટ વાઇરલ કફ ઠીક થવામાં 3થી 8 અઠવાડિયાનો સમય લાગી શકે છે.
ડોક્ટર્સ વેક્સિન પર આપી રહ્યા છે જોર
ડોક્ટર્સ સલાહ આપી રહ્યા છે કે દર વર્ષે ફ્લુની વેક્સિન લગાવી લેવી જોઇએ. કોઇ પણ વાઇરલ કેટલું નુકશાન પહોંચાડી શકે છે તે વ્યક્તિની ઇમ્યુનિટી પર નિર્ભર કરે છે. હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા સલાહ આપે છે કે હેલ્ધી ડાયેટ અને એક્સર્સાઇઝ પર ફોકસ હોવું જોઇએ. સાથે શરીરનું વિટામીન ડી અને બી12 લેવલ ચેક કરાવતા રહેવું જોઇએ. ડાયેટમાં વિટામીન સી પણ અચૂક લેવું જોઇએ.
જો સંક્રમણ થઇ જાય તો?
જો તમને કોઇ પણ સંક્રમણ થઇ જાય તો ડોક્ટર્સ વધુને વધુ પાણી પીવાની અને ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. આ ઉપરાંત બચાવ માટે માસ્ક પહેરીને બહાર નીકળવું જોઇએ. હાથ ધોતા રહો. ફ્લુના લક્ષણ દેખાય તો ગરમ પાણીના કોગળા કરો. નાસ લો, હેલ્ધી ડાયેટ ફોલો કરો.
આ પણ વાંચોઃ અમદાવાદના માણેકચોકમાં રાતોરાત એવું તો શું થયું કે લોકો પાથરણા પર બેસી જમવા થયા મજબૂર ?