સૈફ અલી ખાને કેમ હટાવ્યું કરીનાના નામનું ટેટુ? ફોટો વાયરલ


- સૈફ અલી ખાને પોતાની વાઈફના નામનું ટેટુ ચેન્જ કરાવી દીધું છે. આ તસવીર સામે આવ્યા બાદ લોકો અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે
14 મે, મુંબઈઃ બોલિવૂડના લવબર્ડ્સ કરીના કપૂર અને સૈફ અલી ખાન હંમેશા સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓમાં રહે છે. આ બધાની વચ્ચે એક તસવીરે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે. જેને જોઈને એવું લાગી રહ્યું છે કે સૈફ અલી ખાને પોતાની વાઈફના નામનું ટેટુ ચેન્જ કરાવી દીધું છે. આ તસવીર સામે આવ્યા બાદ લોકો અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે.
સૈફ અલી ખાને હટાવ્યું કરીનાના નામનું ટેટુ
સૈફ અલી ખાને પોતાના હાથ પર કરીનાના નામનું ટેટૂ બનાવ્યું હતું, પરંતુ હવે એ ટેટૂના બદલે બીજું ટેટૂ બનાવડાવી લીધું છે. એવું લાગી રહ્યું છે કે સૈફે કરીનાને કવર કરવાની કોશિશ કરી છે. આ ફોટો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
યૂઝર્સે કરી કમેન્ટ
હવે એવું શું થયું કે સૈફ અલી ખાને વાઈફ કરીનાના નામનું ટેટુ કવર કરાવવું પડ્યું. હવે ફેન્સે તેને પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક ફેન્સે કમેન્ટ કરતા લખ્યું છે કે હવે કોઈ બીજા શિકારના ચક્કરમાં છે કે શું. એકે લખ્યું છે, હવે લગ્ન થઈ ગયા, બાળકો પણ થઈ ગયા, ક્યાં સુધી આશિકી બતાવશે? અન્ય એકે લખ્યું છે કે લાગે છે કે હવે ત્રીજા કોઈનો વારો છે. એક યુઝરે લખ્યું છે કે હવે ડિવોર્સ પાક્કા
કપલની લવ સ્ટોરી
કપલના લગ્નને 11 વર્ષ થઈ ગયા છે. લગભગ ચાર વર્ષના ડેટિંગ બાદ 2012માં કરીના અને સૈફે લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી ટશનના સેટ પર શરૂ થઈ હતી. જો 16 ઓક્ટોબર, 2012ના રોજ લગ્નમાં બદલાઈ ગઈ. બેબો અને સેફૂની જોડી આજે પણ લોકોને પસંદ આવે છે. કરીના સોશિયલ મીડિયા પર પતિ માટે પ્રેમ જતાવવાનું છોડતી નથી.
આ પણ વાંચોઃ Realmeનો રોબોટીક અવતારવાળો Realme GT 6T શાનદાર ફિચર્સ સાથે થશે લોન્ચ