હંમેશા પોતાની બોલવાની છટ્ટાથી અને વાતચીતમાં કટાક્ષ કરવાની અદાથી લોકોનું મન મોહી લેતાં કેન્દ્રીય મંત્રી અને સૌરાષ્ટ્રની શાન સમા પુરષોત્તમ રૂપાલે આજે સંસદમાં વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી. લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે દલીલ ચાલી રહી હતી. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને વિપક્ષને આડે હાથો લીધા હતા. જ્યારે રૂપાલા સંસદમાં પોતાનું નિવેદન આપી રહ્યા હતા ત્યારે ડીએમકે સાંસદ દયાનિધિ મારન, કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે તરફ તેમને ઈશારો કર્યો હતો.
વિપક્ષ પર કર્યા પ્રહાર
વાસ્તવમાં, NCP સાંસદ સુપ્રિયા સુલે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા હતા, ત્યારે રૂપાલા ગુસ્સે થઈ ગયા અને વિપક્ષ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કિસાન ક્રેડિટ કાર્ડ વિશે માહિતી રૂપાલાએ જણાવ્યું હતું કે, KCC અંગે મૂંઝવણ છે. હું તમામ સાંસદો અને દેશવાસીઓને KCC વિશે કહેવા માંગુ છું, KCC ખેડૂતો માટે હતું, જ્યારે પશુપાલકો અને માછીમારોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. KCCનો હેતુ ખેડૂતોને રૂ. 1.60 લાખ સુધીની સંસ્થાકીય લોન આપવાનો છે. હવે માછીમારો અને પશુપાલકોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આનો અમલ થયો નથી. તેમને લોન આપવાની પ્રક્રિયા થોડા દિવસોમાં શરૂ થશે.
હંમેશા પોતાની બોલવાની છટ્ટાથી અને વાતચીતમાં કટાક્ષ કરવાની અદાથી લોકોનું મન જીતી લેતાં કેન્દ્રીય મંત્રી અને સૌરાષ્ટ્રની શાન એવાં પુરષોત્તમ રૂપાલે આજે સંસદમાં વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી.@PRupala @narendramodi @BJP4Gujarat @PatilOffice @CRPaatil @BJP4India #parshottamrupala pic.twitter.com/UKbxHFY55x
— Hum Dekhenge News (@humdekhengenews) August 2, 2022
રૂપાલાનો ગુસ્સો સાતમાં આસમાને
જ્યારે કેટલાક સાંસદોએ વિપક્ષ તરફથી કંઈક કહ્યું ત્યારે રૂપાલાએ કહ્યું, ‘અરે તમે આમ જ કરતા રહ્યા છો. 50 વર્ષમાં આપવામાં કંઈ જ આવ્યું નથી. નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી આપી રહ્યા છે અને તમે તેને પ્રશ્ન કરતા રહો. આવા હાથ કરો તો શું થાય? આવું કશું થતું નથી. નરેન્દ્ર મોદીએ આપવાની શરૂઆત કરી છે અને અત્યારે લોકોને આપવાના પ્રયાસો ચાલુ છે. આ કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે આ કરી રહ્યા છે. ખેડૂતો અને માછીમારોના મુદ્દા પર ઉંચા અવાજમાં વાત કરવાથી ફાયદો થઈ શકતો નથી. આમ કરવાથી નુકસાન જ થાય છે.
ગૃહમાં ચર્ચા દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
જ્યારે કિસાન ક્રેડિટ કાર્ડ પર સવાલ-જવાબ ચાલી રહ્યો હતો, ત્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કિસાન ક્રેડિટ કાર્ડની કોઈ લોન માફ કરવામાં આવતી નથી. શું આજ સુધી કોઈ સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ પરની લોન માફ કરી છે? આ અંગે ત્યાર બાદ ચર્ચા શરૂ થઈ હતી. લોકસભા સ્પીકરે કહ્યું, કિસાન ક્રેડિટ લોન માફ કરવામાં આવી નથી તેનું પણ સૌ સભ્યઓએ ધ્યાન રાખવું જોઇએ.