ટ્રેન્ડિંગમનોરંજન

ઓસ્કાર એન્ટ્રીવાળી ફિલ્મને પાકિસ્તાને પોતાનાં દેશમાં જ કેમ બેન કરી? આખરે શું છે કારણ

Text To Speech

પાડોશી દેશ પાકિસ્તાન હંમેશા પોતાની નકારાત્મક પ્રવૃત્તિઓને લઇને ચર્ચામાં રહે છે. તેનુ બેવડુ વલણ પણ હંમેશા ગાજતુ રહે છે. આ વખતે દુશ્મન દેશ પાકિસ્તાન એક અલગ જ મુદ્દાને લઇને ચર્ચામાં છે. આપણે વાત કરી રહ્યા છે પાકિસ્તાની ફિલ્મ જોયલેન્ડની. પાકિસ્તાનમાં આ ફિલ્મને લઇને ખુબ જ વિવાદ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને પાકિસ્તાન તરફથી ઓસ્કારમાં ઓફિશિયલ એન્ટ્રી મળી હતી, હવે આ ફિલ્મ ખુદ પાકિસ્તાનમાં જ બેન કરી દેવાઇ છે. જોયલેન્ડ 18 નવેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થવાની હતી, પરંતુ પાકિસ્તાનના માહિતિ પ્રસારણ મંત્રાલયે તેની પર પ્રતિબંધ મુકી દીધો છે.

આ પણ વાંચો : આ વર્ષે બોલિવુડના આ બાળકલાકારો એ જીત્યા ફેન્સના દિલ

જાણો શું છે આખો મામલો

4 નવેમ્બરના રોજ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. જેમાં ફિલ્મને દર્શકોનો ખુબ જ પ્રેમ મળ્યો. આ ઉપરાંત જોયલેન્ડ પાકિસ્તાન તરફથી ઓસ્કારમાં મોકલવામાં આવેલી પહેલી ફિલ્મ બની હતી. ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલ સહિત અન્ય વિદેશી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી ચુકી છે. જોયલેન્ડના ક્રિટિકલી ખુબ જ વખાણ થયા છે. તેણે વિદેશમાં ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે. 17 ઓગસ્ટે સેન્સર બોર્ડે ફિલ્મના સ્ક્રીનિંગને લઇને સર્ટિફિકેટ પણ આપ્યુ હતુ, પરંતુ પછી અચાનક રિલીઝ થયા પહેલા ફિલ્મને બેન કરી દેવામાં આવી.

કેમ આ ફિલ્મ બેન કરાઇ?

એક્ચ્યુઅલી પાડોશી દેશમાં ‘જોયલેન્ડ’ના બોલ્ડ કન્ટેન્ટને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યુ હતુ, ત્યારબાદ મંત્રાલયે તેને બેન કરવાનો નિર્ણય લીધો. આ મામલાને લઇને એક નોટિસ આપતા કહેવાયુ છે કે લેખિત ફરિયાદ મળી છે કે ફિલ્મમાં વધુ વાંધાજનક વસ્તુઓ છે, જે આપણા સમાજના મુલ્યો અને માપદંડોને અનુરૂપ નથી.

અભિનેત્રી સારવત ગિલાનીએ કરી ટીકા

આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સથી લઇને ફિલ્મના એક્ટર્સ સુધી દરેક વ્યક્તિ હેરાન છે. આ ઉપરાંત ફિલ્મની અભિનેત્રી સારવત ગિલાનીએ આ નિર્ણયની ટીકા કરી છે. આ ઘટનાને લઇને અભિનેત્રીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે 6 વર્ષમાં 200 પાકિસ્તાનીઓએ એક ફિલ્મ બનાવી જેને ટોરેન્ટોથી લઇને કાહિરા અને કાન્સમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. હવે આ ફિલ્મ પર પોતાના જ દેશમાં પ્રતિબંધ મુકાઇ રહ્યો છે. તે ખુબ જ શરમજનક છે. દેશની આ ગર્વની ક્ષણોને છીનવવી ન જોઇએ.

Back to top button