Miss Universe હરનાઝ સંધૂનું વજન કેમ વધી ગયુ? એવી કઇ છે બિમારી?


મિસ યુનિવર્સ 2021 રહી ચુકેલી હરનાઝ સંધૂ ફરી એકવાર સોશિયલ મીડિયા ટ્રોલર્સના નિશાના પર આવી છે. હરનાઝ મિસ યુનિવર્સ 2022ના ફિનાલેમાં જોવા મળી હતી. અહીં તેણે મિસ યુનિવર્સ તરીકે તેની છેલ્લી વોક કરી અને પોતાના તાજને અલવિદા કહ્યુ.
એક વાર ફરી હરનાઝ સંધૂ મિસ યુનિવર્સ પેજન્ટમાં રેમ્પ વોક કરતી દેખાઇ હતી. અહીં તેણે સુષ્મિતા સેન અને લારા દત્તાને ટ્રિબ્યુટ પણ આપ્યુ. ઇમોશનલ થઇને હરનાઝ સંધૂએ પોતાની એક વર્ષથી ચાલી રહેલી મિસ યુનિવર્સ જર્નીને પુરી કરી.હરનાઝના ફેન્સ તેને જોઇને ખુશ હતા, પરંતુ ટ્રોલર્સે નોટિસ કર્યુ કે મોડલનું વજન વધી ગયુ છે તો તેઓ હરનાઝની પાછળ પડી ગયા. સોશિયલ મીડિયા પર હરનાઝને બોડી શેમ કરાઇ રહી છે. તેના વધેલા વજનને લઇને લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે.
હરનાઝ આ પહેલા પણ તેના વજનને લઇને ટ્રોલ થઇ હતી ત્યારે તેણે જણાવ્યુ હતુ કે તે સિલીએફ (Celiac Disease)નામની બિમારીથી પીડાઇ રહી છે. આ બિમારીના કારણે તે ઘઉંનો લોટ અને બીજી ગ્લુટેન વાળી વસ્તુઓ ખાઇ શકતી નથી. હરનાઝે કહ્યુ કે તે એ વ્યક્તિઓમાં સામેલ છે જેને એક સમયે પાતળા હોવા પર મહેણા મારવામાં આવતા હતા, હવે લોકો તેને વધેલા વજન માટે બોડી શેમ કરે છે. કોઇ તેની બિમારીને સમજતુ નથી તે ખુબ જ દુઃખદ છે.