ટોપ ન્યૂઝમનોરંજન

સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી મિકા સિંહે કેમ કહ્યું, ‘મને પંજાબી હોવા પર શરમ આવે છે’

Text To Speech

બોલિવૂડ ડેસ્કઃ સિદ્ધુ મુસેવાલા પંજાબના પ્રસિદ્ધ ગાયક હતા. તેમની હત્યાના સમાચારે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. ત્યારે 29 મેના રોજ સિંગર સિદ્ધુ મુસેવાલાને કેટલાક હુમલાવરોએ 30 રાઉન્ડ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હુમલા બાદ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર મળતા સિનેમા જગતમાં હોબાળો મચી ગયો હતો. કોઈ માની જ ન શકે કે સિદ્ધુ મુસેવાલા હવે નથી રહ્યા. આ પરિસ્થિતિમાં શહેનાઝ ગિલ, મુનવર ફારુકી, અસીમ રિયાઝ સહિત અનેક કલાકારોએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. મિકા સિંહે પણ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધુ મુસેવાલા સાથેનો એક ફોટો અને વીડિયો શેર કરી હત્યાને શરમજનક ગણાવી હતી.

આ ફોટો એક પાર્ટીનો છે, જ્યાં મિકા અને સિદ્ધુ ડાઇનિંગ ટેબલ પાસે બેઠેલાં છે. વીડિયો પણ તે સમયનો જ છે. ફૉટા સાથે કેપ્શનમાં મિકાએ લખ્યું છે, ‘હું હંમેશા કહું છું કે મને પંજાબી હોવા પર ગર્વ છે. પણ આજે આ વાત કહેતા મને શરમ આવે છે. એક 28 વર્ષનો યુવાન અને પ્રતિભાશાળી છોકરો જે ખૂબ જ લોકપ્રિય હતો. જેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હતું. પરંતુ તેને પંજાબમાં જ પંજાબીઓએ મારી નાખ્યો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. મારી પ્રાર્થના તેના પરિવાર સાથે છે. હું પંજાબ સરકારને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરું છું.’

મિકા સિંહે સિદ્ધુ મુસેવાલાને યાદ કર્યા
આ ઉપરાંત વીડિયોના કેપ્શનમાં મિકા સિંહે લખ્યું હતુ કે, ‘ મિસ યુ ભાઈ. તમે બહુ જલ્દી ચાલ્યા ગયા. લોકો હંમેશા તમારું નામ, ખ્યાતિ, પ્રતિષ્ઠા જે તમે કમાવી છે તે યાદ રાખશે. આ સાથે તમારા બધા હિટ રેકોર્ડ્સ પણ યાદ રહેશે. તમે જે બનાવ્યું છે તે ક્યારેય ભૂલી શકાશે નહીં. હું અને તમારા ચાહકો હંમેશા તમારી હિટ લાઇન #Dildanimadasidhumussewalaની પ્રશંસા કરીશું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના ચરણોમાં આશ્રય આપે. સતનામ વાહેગુરુ.’

Back to top button