ગુજરાતચૂંટણી 2022

આપ હાર્યું છતાં કેમ ગોપાલ ઇટાલિયાએ કતારગામમાં લગાવ્યા પોસ્ટર્સ?

Text To Speech

ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં હવે વિરોધ પક્ષ રૂપે માત્ર કોંગ્રેસ રહ્યો નથી. હવે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ચુકી છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની પાંચ સીટો પર જીતી ગયુ અને ગુજરાતની જનતાએ 40 લાખ કરતા પણ વધુ મત આપીને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ બનાવી દીધો છે.આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને ગુજરાતની જનતાને 55,000 કરતા પણ વધુ મત આપીને સાબિત કરી દીધુ છે તે આ પાર્ટીને પણ અહીં પ્રેમ તો મળી જ શકે છે.

આપ હાર્યું છતાં કેમ ગોપાલ ઇટાલિયાએ કતારગામમાં લગાવ્યા પોસ્ટર્સ? hum dekhenge news

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કતારગામમાં ઠેર ઠેર પોતાના હાથે પોસ્ટરો લગાવ્યા છે અને જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. કતારગામ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા છે અને સ્થાનિક લોકોનો આભાર માન્યો છે. તેમણે આ સાથે એક ટ્વીટ કર્યુ છે કે 55,713 મત આપીને હિંમત વધારી એ બદલ પણ જનતાનો આભાર .

ચુંટણી હાર્યો છું, હિંમત નહીંઃ ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ આભાર વ્યક્ત કરતા કહ્યુ કે, હું મારા જીવનની પ્રથમ ચૂંટણી પુરા પેશન સાથે લડ્યો. આ ચૂંટણીમાં મને સાથ આપનાર તમામ સાથી મિત્રો, કાર્યકર્તાઓ, સ્નેહીજનો અને કતારગામની જનતા જેમણે મત આપી મારી હિંમત વધારીએ તે તમામનો હું દિલથી આભાર માનું છું. લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છું અને લોકહિતના કાર્ય અવિરત કરતા રહીશું. હું ચૂંટણી હાર્યો છું, હિંમત નહીં.

આ પણ વાંચોઃ રવિ કિશને પોતાને ચાર બાળકો માટે જવાબદાર કોંગ્રેસને ગણાવ્યું, કહ્યું અટકી જાત જો…..

Back to top button