ChatGPT એ શા માટે સત્ય નાદેલાની માફી માંગી?
Open AIના ચેટબોટ ChatGPTને લઇને હાલમાં ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. તે સર્ચ એન્જિન જાયન્ટ ગુગલને રિપ્લેસ પણ કરી શકે છે. હવે ChatGPTને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાદેલાએ ટેસ્ટ કર્યુ છે, જોકે તેઓ તેના જવાબથી ખુશ નથી.
સત્ય નાદેલાએ ChatGPTને ટેસ્ટ કરવા માટે સૌથી પોપ્યુલર સાઉથ ઇન્ડિયન ટીફિન અંગે પુછ્યુ. તેમાં લાઇટ બ્રેકફાસ્ટ કે ટી-ટાઇમ મીલ્સને સામેલ કરવામાં આવ્યા. તેના જવાબમાં ChatGPTએ ઇડલી-ઢોસા, વડા, પોંગલ અને ઉત્તપમ ગણાવ્યુ. આ જવાબથી સત્ય નાદેલા સંતુષ્ટ હતા, પરંતુ ChatGPTએ બાદમાં જે કહ્યુ તે હેરાન કરનારુ હતુ, તેની પર બધા લોકો પણ સહમત નહીં થાય. પોપ્યુલર સાઉથ ઇન્ડિયન ટિફિનનાં લિસ્ટમાં ચેટબોટે બિરયાનીને પણ સામેલ કરી લીધી.
ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટે ChatGPTની કંપની એટલે કે Open AIમાં 1 બિલિયન ડોલરનું રોકાણ કર્યુ છે. કંપનીએ ChatGPTને પોતાની પ્રોડક્ટ્સમાં એમ્બેડ કરવાનું પણ પ્લાનિંગ કર્યુ છે. એવું જણાવવામાં આવે છે કે માઇક્રોસોફ્ટ પોતાના સર્ચ એન્જિનને મજબુત કરવા માટે પણ ChatGPTનો સહારો લઇ શકે છે.
ચેટબોટે કેમ માફી માંગી
ChatGPTના જવાબમાં સત્ય નાદેલાએ કહ્યુ કે બિરિયાનીને ટિફિન બતાવીને હૈદરાબાદી તરીકે તમે મારુ અપમાન ન કરી શકો. દર્શકોએ નડેલાની આ વાત પર ખુબ તાળીઓ વરસાવી. નડેલાના આ રિસ્પોન્સ પર ચેટબોટે માફી માંગતા કહ્યુ કે તમે સાચા છો. સાઉથ ઇંડિયામાં તેને ટિફિન ડિશ માનવામાં આવતી નથી. આ ઘટના બેંગલુરૂમાં ચાલી રહેલી માઇક્રોસોફ્ટ ફ્યુચર રેડી લીડરશિપ સમિટ દરમિયાન બની.
શું છે ChatGPT
ChatGPT Open AIની એક પ્રોડક્ટ છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના મસ્કે કરી હતી. હવે આ લેબથી મસ્ક સંપુર્ણ રીતે દુર છે. ChatGPT લોકોના સવાલને AI અને મશીન લર્નિંગની મદદથી રિસ્પોન્ડ કરે છે.
આ પણ વાંચોઃ ફ્લાવર શો અને અટલ બ્રિજથી AMCને પાંચ દિવસમાં આટલા લાખની થઈ આવક, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં