ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપ ઉમેદવાર કંગના રનૌતે કેમ એવું કહ્યું, ‘નાના બાળકોને પ્રેમથી પપ્પુ કહીએ છીએ’?

મંડી, 12 એપ્રિલ: હિમાચલ પ્રદેશની મંડી લોકસભાની ઉમેદવાર કંગના રનૌત આ દિવસોમાં કોંગ્રેસ પર આક્રમક છે. કંગના રનૌતે કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહના આરોપોનો જવાબ આપતાં એક જનસભામાં કહ્યું કે મે તેમને છોટા પપ્પુ શું બોલી દિધું, એમાં તો તે મોઢું ચડાવીને બેસી ગયા. મને કહેવામાં આવ્યું છે કે મેં અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. અરે રાજાબાબુ, છોટા પપ્પુ, આ ખૂબ જ પ્યારા નામ છે. અમે બાળકોને આ નામોથી બોલાવીએ છીએ.

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતે કહ્યું, મિત્રો, જે ભૂલ હિમાચલથી થઈ છે, તે સુધારવી છે. સાંસદો દિલ્હીમાં બેસે છે, દિલ્હીમાં જે પણ સરકાર બનાવશે તેની પાસેથી અમે કોઈપણ માંગ કરી શકીએ છીએ અને બધા જાણે છે કે આવશે તો માત્ર મોદી જ. મનાલી મારા માટે કોઈ જમીનનો ટુકડો નથી, તે મારા માટે એક લાગણી છે. મનાલીના વિકાસ માટે હું મારું આખું જીવન આપીશ. આ લોકો કૂટનીતિ ચલાવશે, તમારે તેમની ચાલાકિયોમાં ફસાવાનું નથી. તેઓ કહે છે કે મેં ગાયનું માસ ખાધું છે, મેં કહ્યું મને સાબિતી આપો તો એ કહે છે કે છોડો, અમારે તમારા ખાવાથી શું લેવાદેવા. પાછા કહે છે કે આ મહિલા બરોબર નથી.

મોઢું ચડાવીને બેસી ગયો: કંગના રનૌત

તેમણે આગળ કહ્યું કે વિક્રમ મારો નાનો ભાઈ છે, મેં તેનું આટલું સુંદર નામ આપ્યું હતું રાજાબેટા,  તેમ છતા તે આ નામથી પણ નારાજ છે. જો કોઈ આપણી ટોચની નેતાગીરી સાથે સરખામણી કરે તો આપણે દંગ રહી જઈએ. દુનિયા તેમને પ્રધાન સેવક કહે છે. કોઈ આપણને નાનો સેવક કહે તો આપણે ખુશ થઈ જઈએ. મેં તેમને છોટા પપ્પૂ કહ્યું એમાં તો એ મોઢું ચડાવીને બેસી ગયો. મને કહે છે કે મેં અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. અરે રાજાબાબુ, છોટા પપ્પુ, આ તો ખુબજ પ્યારા શબ્દો છે, જેને આપણે નાના બાળકો માટે ઉપયોગ કરીએ છીએ.

કામની ગેરંન્ટી આપે છે પીએમ મોદી

તેઓ રાજ્ય સરકારમાં મંત્રી છે, તેમણે જવાબ આપવો જોઈએ કે તમારી સરકારે કહ્યું હતું કે અમે રાજ્યમાં પેન્શન આપીશું. શું તમે પેન્શન સ્કીમ શરૂ કરી છે? કામ વિશે વાત કરો. તમે મોબાઈલ હોસ્પિટલ બનાવીશું તેમ કહ્યું હતું. જે ઘરે ઘરે જઈને મફત સારવાર આપશે. આવી વાન કોઈએ જોઈ છે? અરે વિક્રમ ભૈયા, જ્યારે હું તમારી સાથે કોઈ ઉપયોગી વિશે વાત કરું છું, ત્યારે તમે વાહિયાત વાતો કરો છો. જ્યારે લોકો તમારી સાથે ખોટી વાત કરે છે ત્યારે તમે કહો છો કે અમારે સીધી વાત કરવી છે. તો મારે તમારી સાથે શું વાત કરવી જોઈએ? આ દેશમાં માત્ર પીએમ નરેન્દ્ર મોદી જ કામની ગેરંટી આપે છે.

આ પણ વાંચો:જયલલિતાનો AI વીડિયો બતાવી રોબોટ કરી રહ્યો છે પ્રચાર

Back to top button