ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીમનોરંજન

અભિષેક બચ્ચને કેમ લાઈક કરી ડિવોર્સ પોસ્ટ, તે પોસ્ટનું ઐશ્વર્યા રાય સાથે શું છે કનેક્શન? જાણો

  • ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ખૂબ ચર્ચામાં

મુંબઈ, 20 જુલાઇ: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. આ દંપતીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી, પરંતુ જ્યારે તેઓ અલગ-અલગ આવ્યા ત્યારે તેમની વચ્ચે બધુ ઠીક ન હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. આ દરમિયાન, હાલમાં જ ‘જુનિયર બિગ બી’એ છૂટાછેડા સાથે સંબંધિત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કરી, જેના પગલે આ અટકળોએ વધુ વેગ પકડ્યો. પરંતુ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ(Reddit)પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બચ્ચન દ્વારા છૂટાછેડાની પોસ્ટ લાઈક કરવાનું સાચું કારણ એ નથી કે તે છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. પરંતુ તે પોસ્ટ લાઇક એટલા માટે કરી કારણ કે ઐશ્વર્યાના લાંબા સમયના મિત્ર જીરક માર્કરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઉલ્લેખિત લેખ(આર્ટીકલ)માં પોતાનું યોગદાન(Inputs) આપ્યું છે. ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનની જોડી આજે પણ ઘણા ચાહકોની પસંદ છે. તેમના લગ્નને 17 વર્ષ વીતી ગયા છે.

 

The real reason why Abhishek liked that IG post: Aishwarya’s longtime friend Zirak Marker contributed to the article.
byu/goldengirlsunehri inBollyBlindsNGossip

 

 

View this post on Instagram

 

A post shared by Heena Khandelwal (@heenakhandlwal)

 

જીરક માર્કરએ ઐશ્વર્યા રાયનો ખાસ મિત્ર છે

જીરક માર્કરે એક માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત(mental Health specialist) અને ઐશ્વર્યા રાયનો નજીકનો વિશ્વાસુ મિત્ર છે. તેમણે ફારુક શેખના શો ‘જીના ઈસી કા નામ’માં ઐશ્વર્યા રાય સાથે સ્ક્રીન પણ શેર કરી હતી. જ્યાં બંનેએ મિત્રતાની વાત પણ કરી હતી. હવે કારણ કે લેખ નજીકના મિત્ર દ્વારા લખવામાં આવ્યો હતો, તેથી અભિષેક  બચ્ચનને આ પોસ્ટ લાઇક કરી. આ વાતની જાણ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Piya Marker (@piyamarker)

ઐશ્વર્યા રાય માત્ર અભિષેકને જ ફોલો કરે છે

હવે અભિષેક બચ્ચનની આ પોસ્ટને લાઈક કરવાથી લોકોએ જે પણ અર્થ કાઢ્યો હોય અને વાસ્તવિક વાત જે કઈ પણ હોય, પરંતુ આ કારણ જાણીને ચાહકો ખુશ થઈ ગયા છે. અભિષેક અને જીરક એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. પરંતુ ઐશ્વર્યા મિત્રો સાથે આવું કરતી નથી. તે એકમાત્ર વ્યક્તિને જ ફોલો કરે છે જે તેના પતિ અભિષેક છે. તે અમિતાભ બચ્ચનને પણ ફોલો કરતી નથી.

પોસ્ટમાં શું લખ્યું હતું?

 

View this post on Instagram

 

A post shared by Heena Khandelwal (@heenakhandlwal)

જે પોસ્ટ અભિષેક બચ્ચન દ્વારા લાઈક કરવામાં આવી હતી અને જેના કારણે ઐશ્વર્યા સાથેના તેમના ખરાબ સંબંધો વિશે અફવાઓ ફેલાવા લાગી હતી, તે પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘જ્યારે પ્રેમ હવે સરળ નથી રહ્યો. લાંબા સમયથી પરિણીત દંપતીઓ પણ હવે અલગ થઈ રહ્યા છે. કયા પરિબળો તેમના નિર્ણયોને પ્રભાવિત કરે છે અને ગ્રે ડિવોર્સમાં વધારો થવાનું કારણ શું છે?

આ પણ જૂઓ: જ્યારે ધર્મેન્દ્રએ અમિતાભ બચ્ચન પર ચલાવી દીધી હતી અસલી ગોળી, જુઓ જે બાદ શું થયું હતું

Back to top button