કોલકત્તા- 15 ઓગસ્ટ : યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર ધ્રુવ રાઠી ફરી એકવાર હેડલાઇન્સમાં છે. જોકે, આ વખતે તેનું કારણ તેનો વીડિયો નથી, પરંતુ તેની પોસ્ટ છે. આ પોસ્ટમાં ધ્રુવ રાઠીએ કોલકાતાની મહિલા ડૉક્ટરની ઓળખ જાહેર કરી છે જેની 9 ઓગસ્ટે બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. હવે આ કારણે તેની ખૂબ ટીકા થઈ રહી છે.
આ પહેલા પણ તેણે આ ભયાનક ઘટના પર એક એક્સ-પોસ્ટ ડિલીટ કર્યા બાદ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ફ્રી પ્રેસ જર્નલ અનુસાર, ધ્રુવ રાઠીએ X પર “જસ્ટિસ ફોર નિર્ભયા-2” નામ સાથે એક પોસ્ટ શેર કરી હતી, પરંતુ તેણે પછીથી તેને હટાવી દીધી હતી. આ કારણે લોકોએ તેમની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેમણે પશ્ચિમ બંગાળની શાસક સરકારના ડરથી પોસ્ટ હટાવી.
The rape-murder case in West Bengal is heartbreaking.
It exposes the inhumane working conditions for doctors, the lack of their safety and the miserable state of law and order in West Bengal.
Hope CBI does a fast track trial and gets #JusticeForMoumita
— Dhruv Rathee (@dhruv_rathee) August 14, 2024
ધ્રુવ રાઠીએ દૂર કરેલી પોસ્ટ અંગે શું કહ્યું?
એક એક્સ યુઝરને જવાબ આપતાં ધ્રુવ રાઠીએ જણાવ્યું કે તેણે પોસ્ટ કેમ હટાવી. તેણે કહ્યું કે પોસ્ટ એટલે હચાવી કારણ કે કેટલાક લોકોને પીડિતાને નિર્ભયા 2 કહેવું અસંવેદનશીલ લાગતું હતું. મેં તેના વિશે વિચાર્યું અને સમજાયું કે તે સાચા હતા.
હેશટેગમાં રેપ પીડિતાનું નામ
જો કે, ઘટના વિશે શેર કરતી વખતે હેશટેગમાં પીડિતાના નામનો ઉલ્લેખ કર્યા પછી, તે ફરી એકવાર ટીકામાં આવ્યો છે. તેણે X પર લખ્યું, “પશ્ચિમ બંગાળમાં બળાત્કાર-હત્યાનો મામલો હૃદયદ્રાવક છે. તે ડૉક્ટરો માટે અમાનવીય કામ કરવાની પરિસ્થિતિઓ, તેમની સુરક્ષાનો અભાવ અને પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની દયનીય સ્થિતિને પ્રકાશિત કરે છે. આશા છે કે સીબીઆઈ ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ચલાવશે અને ન્યાય આપશે. આ પછી તેણે હેશટેગમાં પીડિતાનું નામ લખ્યું.
સોશિયલ મીડિયા પર લોકોએ તરત જ પ્રતિક્રિયા આપી
ધ્રુવ રાઠીની આ પોસ્ટ જોઈને લોકોએ જવાબ આપ્યો અને કહ્યું કે પીડિતાનું નામ જાહેર ન કરવું જોઈએ. એડવોકેટ પ્રશાંત ઉમરાવે લખ્યું, “જ્યારે બળાત્કાર પીડિતા મૃત હોય અથવા માનસિક રીતે અસ્વસ્થ હોય, તો પીડિતાનું નામ અથવા ઓળખ તેના પરિવારના સભ્યોની પરવાનગી વિના પણ જાહેર ન કરવી જોઈએ. ઘણા લોકોએ તેને પૂછ્યું કે તેણે તેની અગાઉની એક્સ પોસ્ટ કેમ ડિલીટ કરી.
9 ઓગસ્ટના રોજ મહિલા ડોક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી.
9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ટ્રેઈની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ જઘન્ય અપરાધનો મુખ્ય આરોપી સંજય રોય છે, જે એક નાગરિક સ્વયંસેવક છે.
આ પણ વાંચો : ચોટીલાની તિરંગા યાત્રામાં સાવરકરની ટી-શર્ટનો વિવાદ, કોંગ્રેસના નેતાઓ સામે ગુનો નોંધાયો