ગુજરાતટ્રેન્ડિંગ

આત્મહત્યા/ માવતરે આવેલી દીકરી એસિડ પીને જિંદગી ટુંકાવવા કેમ થઇ મજબૂર?

Text To Speech

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના જેતપુર(Jetpur)નાં થાણાગાલોળ(Thanagalol)માં 23 વર્ષીય મહિલાએ પોતાના માવતરના ઘરે આવીને એસિડ પીને આપઘાત લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું છે અને સાથે લાંબા સમયથી સારવાર ચાલી રહી હોવાનું બહારઆવ્યુ હતું અને બીમારીથી કંટાળીને આ પગલું ભરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરનાં થાણાગાલોળ ગામના આશાબેન ચંદુભાઈ ચૌહાણ (ઉ.મ.૨૩) કોળીનાં લગ્ન અમરાપુરના પિયુષભાઈ પરમાર સાથે થયા હતા, અને તેઓ સાસરે રહેતા હતા. ત્યારે તેવામાં બે દિવસથી આશાબેન તેમના પિતા ચંદુભાઈ ચૌહાણને ત્યાં થાણાગાલોળ માવતરે આવ્યા હતા.

આશાબેન માનસિક બીમાર હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ દવાઓ ખાઇ ખાઇને કંટાળી જવાને કારણે મોડી રાતે કોઇને કઈ કહ્યા વગર જ એસિડ ગટગટાવી લીધું હતું. જેની જાણ પરિવારજનોને થતાં દીકરીને તાબડતોબ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં અવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરતા હોસ્પિટલ ખાતે જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા આપઘાતથી મોત અંગે નોંધ કરવામાં આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં હતી. તપાસ દરમિયાન મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માનસીક બીમારીથી પીડાતી હોય તેની દવા ચાલુ હોવાનુ બહાર આવ્યું હતું. આ બનાવ અંગે પીએસાઈ ગાંગણા આગળની તપાસ કરી રહ્યા છે.

Back to top button