સંબંધોમાં કેમ પડે છે તિરાડ? આ રહ્યા કારણો અને ઉપાયો
- છુટાછેડા લેવા એ આજના સમયમાં સામાન્ય વાત થઈ ગઈ છે. છુટાછેડા જેવા ગંભીર વિષયોમાં ફક્ત એરેન્જ મેરેજ વાળા કપલ નહીં, પરંતુ લવ મેરેજવાળા કપલ પણ કેમ સામેલ હોય છે?
આજના મોર્ડન સમયમાં લોકો જેટલા સમજદાર અને સક્ષમ બન્યા છે, સંબંધો એટલા જ નબળા બન્યા છે. પહેલાના સમયમાં લગ્ન અતુટ બંધન કહેવાતુ હતુ, પરંતુ હવે લગ્નનું અતુટ બંધન બંધાયા બાદ પણ લોકો સંબંધોથી અલગ થવાનો નિર્ણય લઈ લે છે. છુટાછેડા નામ સાંભળીને પણ લોકો એ વાતનો અંદાજ લગાવી લે છે કે કપલ વચ્ચે મારપીટ, લડાઈ-ઝઘડા જેવા કારણો હશે, પરંતુ દરેક વખતે સંબંધો તુટવાનું કારણ એ હોતુ નથી. શું તમે કદી વિચાર્યુ છે કે લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ પણ સંબંધોની ગાડી શા માટે છુટાછેડા સુધી પહોંચી જાય છે.
એકબીજાને માન-સન્માન ન આપવુ
માન-સન્માન આપવા પાછળ દરેક વ્યક્તિનો અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે. આપણો સમાજ પુરુષ પ્રધાન છે, પરંતુ બદલાતા સમયમાં આ સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા છે. આજે પણ અનેક જગ્યાએ પુરુષોની બોલબાલા છે. આવી સ્થિતિમાં મહિલાઓને ઘણી વખત તેમના હકનું સન્માન મળતુ નથી. આ કારણે મહિલાઓ તે સંબંધમાં રહેવાનું પસંદ કરતી નથી. આ ઉપરાંત બીજું કારણ કે કપલના લગ્ન તેમની મરજીથી થતા નથી. ક્યારેક લોકો પોતાના પાર્ટનરને ખુદ કરતા નીચુ દેખાડે છે. આ કારણે સામે વાળી વ્યક્તિ અલગ થવાનું નક્કી કરે છે. જો તમે સંબંધ સાચવવા ઈચ્છતા હો તો તમારા પાર્ટનરને ઈજ્જત આપવાનું શરૂ કરી દો.
પ્રેમ અને ઈન્ટિમસીની કમી
સંબંધોના તાર એકબીજા સાથે જોડાયેલા હોય છે. જો તમે એક બીજા સાથે દરેક સમયે દલીલો કર્યા કરતા હશો, તો તમારી વચ્ચે ઇરિટેળન ઉદ્ભવશે. જેના કારણે તમે તમારા પાર્ટનર સાથે વાત કરતા ખચકાશો. ધીમે ધીમે સંબંધોમાં પ્રેમની કમી થતી જશે, જે છુટાછેડાનું કારણ બનશે.
અંડરસ્ટેન્ડિંગ અને કોમ્યુનિકેશનની કમી
અંડરસ્ટેન્ડિંગ સંબંધોને સ્ટ્રોંગ બનાવવાનું મહત્ત્વનું પિલર છે. તેની કમીના લીધે ઘણી વખત સંબંધો તુટવાની કગાર પર આવી જાય છે. સંબંધોને હેલ્ધી બનાવવા માટે એકબીજાની જરૂરિયાતનું ધ્યાન રાખવુ તેમજ એકબીજાને સમજવું જરૂરી છે. આ સાથે કોમ્યુનિકેશન પણ ખૂબ જરુરી છે કેમકે ઘણી વખત વાત ન કરવાના કારણે લોકોની વચ્ચે મિસઅંડરસ્ટેન્ડિંગ થાય છે, જે સંબંધોને તોડવામાં પોતાની ભુમિકા ભજવે છે.
આ પણ વાંચોઃ AIનો ખતરનાક અવતાર ! મહિલાઓના ફોટાઓ પરથી કપડાં હટાવતી એપ્સનો થઈ રહ્યો છે પ્રચાર