ટ્રેન્ડિંગધર્મ

બદ્રીનાથ ધામમાં કેમ નથી વગાડાતો શંખઃ બહુ રસપ્રદ છે રહસ્ય

Text To Speech
  • દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરવા માટે ઘણી સારી જગ્યાઓ છે.
  • અહીં શંખ ન વગાડવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે.
  • અહીં રહેલા મંદિરોમાં સૌથી વધુ ફેમસ છે બદ્રીનાથ ધામ.

દેવભૂમિ ઉત્તરાખંડની સુંદરતા દુનિયાભરમાં લોકપ્રિય છે. માત્ર દેશ નહીં, વિદેશથી પણ અહીં લોકો દર્શન કરવા માટે આવે છે. પૌરાણિક મંદિરો ઉપરાંત અહીં ફરવા માટે ઘણી સારી જગ્યાઓ છે. અહીં રહેલા મંદિરોમાં સૌથી વધુ ફેમસ છે બદ્રીનાથ ધામ. આ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહીં દર્શન કરવા માટે દુર દુરથી લોકો આવે છે. હિંદુ મંદિરોમાં દેવી-દેવતાઓની પૂજા સાથે શંખ ધ્વનિથી તેમનું આહ્વાન કરાય છે, પરંતુ બદ્રીનાથ મંદિરમાં તેવુ નથી. અહીં શંખ ન વગાડવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે.

બદ્રીનાથ ધામમાં કેમ નથી વગાડાતો શંખઃ બહુ ઇન્ટ્રેસ્ટિંગ છે રહસ્ય hum dekhenge news

શું છે ધાર્મિક માન્યતા

બદ્રીનાથ ધામમાં શંખ ન વગાડવા પાછળ ધાર્મિક માન્યતા છે. એવુ કહેવાય છે કે માં લક્ષ્મી બદ્રીનાથ ભવનમાં બનેલા તુલસી ભવનમાં ધ્યાન લગાવી રહ્યા છે. આ સમયે ભગવાન વિષ્ણુએ શંખચુર્ણ નામના એક રાક્ષસનો વધ કર્યો હતો. હિન્દુ ધર્મમાં જીત પર શંખનાદ કરવામાં આવે છે, પરંતુ વિષ્ણુજી લક્ષ્મીજીના ધ્યાનમાં વિધ્ન કરવા ઇચ્છતા ન હતા, તેથી તેમણે શંખ વગાડ્યો ન હતો.

બદ્રીનાથ ધામમાં કેમ નથી વગાડાતો શંખઃ બહુ ઇન્ટ્રેસ્ટિંગ છે રહસ્ય hum dekhenge news

શું છે પૌરાણિક માન્યતા

એવુ કહેવાય છે કે કેદારનાથમાં જ્યારે અગસ્ત્ય મુનિ રાક્ષસોનો વધ કરી રહ્યા હતા, ત્યારે બે રાક્ષસ અતાપી અને વતાપી ત્યાંથી ભાગી નીકળ્યા અને ત્યારબાદ અતાપિએ જીવ બચાવવા માટે મંદાકિની નદીની મદદ લીધી. ત્યાં વતાપી શંખની અંદર છુપાઇ ગયો. ત્યારબાદ એવુ કહેવાય કે જો કોઇ શંખ વગાડે તો રાક્ષસ ભાગી જાય. બદ્રીનાથમાં શંખ ના વગાડવા પાછળ આ પણ કારણ છે.

શું કહે છે વૈજ્ઞાનિકો

વૈજ્ઞાનિકો માને છે કે ઠંડી દરમિયાન જો તમે શંખ વગાડો તો તેનો ધ્વનિ પહાડો સાથે ટકરાઇને પ્રતિધ્વનિ ઉત્પન્ન કરે છે. જેના કારણે બરફમાં તિરાડો પડી શકે છે અથવા તો બર્ફીલું તોફાન આવી શકે છે. ખાસ ડેસિબલ વાળા અવાજો પ્રકૃતિને નુકશાન પહોંચાડી શકે છે.

Back to top button