ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઠંડીમાં કેમ વધી જાય છે સાયલન્ટ હાર્ટ એટેકનો ખતરોઃ આ રીતે ઓળખો લક્ષણો

Text To Speech
  • ઠંડીની સીઝનમાં શુગર અને હાર્ટના દર્દીઓએ પોતાનું વધારે ધ્યાન રાખવુ પડે છે. તમે ઘણીવખત સાંભળ્યુ હશે કે ઠંડીની સીઝનમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધે છે. સાયલન્ટ હાર્ટ એટેક એટેક એવો હાર્ટ એટેક છે, જેના લક્ષણો ઓછા સમજમાં આવે છે. સાયલન્ટ હાર્ટ એટેકમાં શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો થાય છે.

ઠંડીની સીઝન અનેક બીમારીઓ લઈને આવે છે. આ સીઝનમાં ઈમ્યુનિટી નબળી હોવાના કારણે લોકો સરળતાથી સીઝનલ બીમારીઓનો ભોગ બને છે. આ સાથે આ સીઝનમાં શુગર અને હાર્ટના દર્દીઓએ પોતાનું વધારે ધ્યાન રાખવુ પડે છે. તમે ઘણીવખત સાંભળ્યુ હશે કે ઠંડીની સીઝનમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધે છે. ખાસ કરીને સાયલન્ટ હાર્ટ એટેકના કેસ ઠંડીમાં ખુબ વધી જતા હોય છે. તેનો ખ્યાલ પણ આવતો નથી. આ સંજોગોમાં હેલ્ધી રહેવા માટે તમારે તમારા હ્રદયનું વધારે ધ્યાન રાખવુ પડે છે.

ઠંડીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરોઃ આ રીતે ઓળખો લક્ષણો hum dekhenge news

સાયલન્ટ હાર્ટ એટેક શું છે?

સાયલન્ટ હાર્ટ એટેક એટેક એક એવો હાર્ટ એટેક છે, જેના લક્ષણો ઓછા સમજમાં આવે છે. આપણને ઝડપથી જાણ પણ થતી નથી કે આ હાર્ટ એટેકના લક્ષણો છે. સાઈલન્ટ હાર્ટ એટેકમાં શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો થાય છે. તે સામાન્ય રીતે હ્રદય સાથે જોડાયેલી બીમારીઓમાં થાય છે. તમે આ લક્ષણોની મદદથી સાયલન્ટ એટેકને ઓળખી શકો છો.

સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો

અપચો થવો, ઉંઘ ન આવવી, ચક્કર આવવા, જીવ ગભરાવો, પરસેવો આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, આખો દિવસ થાક જેવું લાગવુ, છાતી કે પીઠની માંસપેશીઓમાં ખેંચાણ અનુભવવુ.

ઠંડીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરોઃ આ રીતે ઓળખો લક્ષણો hum dekhenge news

સાયલન્ટ હાર્ટ એટેકનો ઈલાજ

સાયલન્ટ હાર્ટ એટેક માટે નિયમિત રીતે એક્સર્સાઈઝ કરો. સંતુલિત આહા લો, આલ્કોહોલથી દુર રહો, શુગર પર કન્ટ્રોલ કરો, નિયમિત રીતે આરોગ્યની તપાસ કરાવો. હાર્ટ એટેકનો યોગ્ય સમયે ઈલાજ કરાવવામાં આવે તો જીવન બચી શકે છે. જો તમે બેદરકારી કરો તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. જાતે એલર્ટ રહેવુ જરુરી છે. જ્યારે તમને શરીરમાં અસામાન્ય લક્ષણો દેખાય તો તેને નજરઅંદાજ ન કરો. તાત્કાલિક ડોક્ટરને બતાવો

આ પણ વાંચોઃ વિટામીન ડીની કમીથી હાડકાં પડે છે નબળાઃ આ લક્ષણોને ન અવગણો

Back to top button